Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદની AMTS અને BRTSમાં એક જ ટિકિટ, એકસરખા ભાડામાં મુસાફરી કરી શકાશે

Webdunia
સોમવાર, 31 જુલાઈ 2023 (13:43 IST)
same ticket for AMTS and BRTS
કોઈ પણ મુસાફર એક જ ટીકિટ દ્વારા બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે
 
શહેરીજનોને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા મળે તે માટે AMC દ્વારા વિચારણા શરૂ કરાઈ
 
 શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટને આગામી એક વર્ષમાં ચાર તબક્કામાં ઈન્ટિગ્રેટ કરી દેવાની વાત ચાલી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં AMTS અને BRTSનું ભાડું સરખું કરાશે, બીજા તબક્કામાં બને બસ સર્વિસમાં એક જ ટિકિટમાં મુસાફરી કરી શકાશે, ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશન કરાશે અને ચોથા તબક્કામાં જરૂર હોય તે રૂટમાં બસ શરૂ કરાશે. આવનારા સમયમાં મેટ્રો સાથે પણ વિચારણા કરવામાં આવશે તેવું AMC દ્વારા જણાવ્યું છે. 
 
બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે પહેલા તબક્કાની વાત કરીએ તો હવે એક જ ટિકીટ અને એક સરખા ભાડામાં મુસાફરી થાય તેવો અમલ કરવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં બંને બસ સર્વિસની ટીકિટ એક કરવામાં આવશે. જેથી કોઈ પણ મુસાફર એક જ ટીકિટ દ્વારા બંને બસ સર્વિસની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે. ત્રીજા તબક્કામાં રૂટ રેશનલાઈઝેશ કરાશે. આ મુદ્દે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખનામાએ મીડિયાને જણાવ્યું હતું કે, હાલ અમદાવાદમાં બે પરિવહનની વ્યવસ્થામાં પ્રથમ તબક્કામાં બન્ને સંસ્થાઓના ભાડા સરખા કરી 5, 10, 15ના ગુણાંકમાં કર્યા છે.
 
AMTS અને BRTSના ભાડા સરખા કરવામાં આવ્યા
વિશાલ ખનામાએ વધુમાં જણાવ્યું હતું કે, મુસાફરો આગામી સમયમાં એક જ ટિકિટથી બીઆરટીએસ અને એમટીએસમાં સફર કરી શકે તેવું આયોજન AMC દ્વારા કરવામાં આવ્યું છે.પબ્લિક ટ્રાન્સપોર્ટનો વપરાશ વધે એ માટે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સુધારવાના ભાગરૂપે AMTS અને BRTSના ભાડા સરખા કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં લોકો બન્ને વ્યવસ્થાનો લાભ એકસાથે લઈ શકે. આ ઉપરાંત ભવિષ્યમાં બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રોના રૂટ એકબીજા સાથે ઓવરલેપ ન થાય અને સારામાં સારી ટ્રાન્સપોર્ટની સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અનેક પ્રકારની હોય છે પેટની ચરબી, જાણો તમારા પેટ પર કયા પ્રકારની ચરબી થઈ રહી છે જમા અને તે કેવી રીતે ઘટાડવી

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

ગુજરાતી જોક્સ - તું પણ કરી લે...

'કાયર રાક્ષસ...' અમિતાભ બચ્ચને છેવટે પહેલગામ હુમલા પર પોતાનું મૌન તોડ્યું, ઓપરેશન સિંદૂર પર લખ્યો આ સંદેશ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

આગળનો લેખ
Show comments