Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ-ગાંધીનગરની બેઠકોમાં વ્યસ્ત રહ્યા અમિત શાહ, વિકાસથી લઈને આધ્યાત્મિક સાહિત્ય પ્રસાર સુધી આપ્યું માર્ગદર્શન

Amit shah

ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે આવ્યા હતા. ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે તેઓ સતત કાર્યરત રહી રાજ્યને નવી દિશા આપતા રહ્યા છે.
 

આજે અમદાવાદ ખાતે માનનીય અમિતભાઈની અધ્યક્ષતામાં ‘અખંડ આનંદ’ અને ‘સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન તેમણે ગીતા, રામાયણ તથા ‘અખંડ આનંદ’ જેવા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સાહિત્યના વધુ વ્યાપક પ્રસાર અંગે માર્ગદર્શન આપ્યું.
 

તે ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદના વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર યોજાયેલી બેઠકોમાં સહભાગી બની તેમનું અમૂલ્ય માર્ગદર્શન મેળવવાનો અવસર પ્રાપ્ત થયો.

માનનીય શ્રી અમિતભાઈએ ‘રમશે બાળક - ખીલશે બાળક’ અભિયાનના પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે ચર્ચા કરીને જરૂરિયાતમંદ બાળકો સુધી રમકડાં પહોંચાડવાની આ અનોખી પહેલને વધુ અસરકારક બનાવવા જરૂરી સૂચનો પણ આપ્યા હતા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Silver New Rule: ચાંદી અંગે સરકારનો નવો નિર્ણય, આયાત માટે લાઇસન્સ જરૂરી