Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગુજરાતમાં ભાજપ બે સીટો ગુમાવશે, અમિત શાહની લીડનો આંકડો ઘટી શકે છે

ગુજરાતમાં ભાજપ બે સીટો ગુમાવશે, અમિત શાહની લીડનો આંકડો ઘટી શકે છે
, સોમવાર, 20 મે 2019 (13:48 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ દ્વારા પેજ પ્રમુખથી માંડીને પ્રદેશ પ્રમુખ સુધી આંતરિક રીતે મતદાનના આંકડા અને બુથના આધારે ભાજપને કઈ વિધાનસભા બેઠક પર કેટલા મત મળશે તેનું એક એનાલિસિસ તૈયાર કર્યું હતું, જેમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકના પેજ પ્રમુખ,મંડલ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોનો સાથ લઈને મતદાનના આંકડાની ટકાવારીને આધારે ભાજપને કઈ બેઠક પર કેટલા મત મળશે અને કેટલા માર્જિનથી હાર-જીત થશે તેનું સૂક્ષ્મ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
ભાજપના આંતરિક સર્વેમાં પાટણ બેઠકમાં ભાજપના ઉમેદવાર ભરતજી ડાભી અને આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ(બકા) પટેલની જીત સામે પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે અને પાટણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને આણંદની બેઠકના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ભાજપ કરતાં વધુ મજબૂત પુરવાર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે, આ સિવાયની અન્ય 24 બેઠક પર ભાજપ વિજય મેળવશે.
જ્યારે સમગ્ર દેશમાં હાઈપ્રોફાઈલ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠકમાં પણ ભાજપના ઉમેદવાર અમિત શાહ હાલના સાંસદ અડવાણીની 4,83,000ની લીડ કરતાં વધુ મત મેળવશે કે કેમ? તે અંગેનો બારીકાઈથી સર્વે કરવામાં આવતા ગાંધીનગર લોકસભાની બેઠકમાં આવતી ત્રણ વિધાનસભા સાણંદ,કલોલ અને ગાંધીનગરમાં જે મતદાન થયું છે તેમાં કોંગ્રેસને પણ ફાયદો થઈ શકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે ભાજપની કમિટેડ બેઠક ગણાતી ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકના આધારે જ અમિત શાહની લીડનો આંકડો વધી કે ઘટી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિજળી મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ દક્ષિણ ગુજરાત વીજ કંપની સમક્ષ રજૂઆત કરશે