દેશ આજે ક્યાંય પહોંચી ગયો છે હવે લોકોની માનસિકતા પણ બદલાઇ રહી છે સ્ત્રી-પુરૂષ વચ્ચેના ભેદને ભૂંસવામાં આવી રહ્યો છે. આજે સ્ત્રીઓ પણ પુરૂષ સમકક્ષ ખભેથી ખભો મિલાવીને દરેક ક્ષેત્રમાં કામ કરી રહી છે. ઘણી જગ્યાએ મહિલાઓ અધિકારી બોસ તરીકે અથવા સિનિયર અધિકારી તરીકે ફરજ બજાવી રહી છે. ત્યારે હજુ પણ દેશના કેટલાક ગામડાઓ અને પછાત વિસ્તારોમાં દિકરીઓની અવગણના કરવામાં આવે છે દિકરાને જ કૂળદિપક ગણી સંતાનના રૂપમાં દિકરાની અપેક્ષા રાખવામાં આવે છે. ત્યારે તાજેતરમાં ગુજરાતના પાલજમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે આ ઘટના.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલજની પરણિત સ્ત્રીએ 3 દિકરીઓને જન્મ આપતાં સાસરી પક્ષ દ્વારા પરણિતાને ત્રાસ ગુજરાતી ડમ આપી 5 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી કાઢી મુકવાની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધવા પામી છે. પરણિતાને લગ્ન બાદ 3 બાળકીને જન્મ આપતાં સાસરીયા તરફથી સતત ત્રાસ ગુજારવામાં આવતો હતો અને વારંવાર મ્હેણા ટોળા મારવામાં આવ્યા છે. તુ અભાગણી છે દીકરીઓને જન્મ આપે છે.
આ ઉપરાંત મહિલાના પતિને ચઢામણી કરવામાં આવતા તેના પતિ દ્વારા અપશબ્દો બોલી મારઝૂડ કરવામાં આવતી હતી. ત્રણ મહિના અગાઉ મહિલાના પતિએ દારૂ પીને માર માર્યો હતો અને ચુલામાંથી સળગતુ લાકડુ લઇ બંને હાથે તેમજ ડાબા પગના તળીયે ચાંપીને ડામ આપ્યા હતા. આ ઉપરાંત ગેરેજ બનાવવા માટે પરણિતાને પિતાના ઘરેથી 5 લાખ રૂપિયા લઇ આવવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે મહિલાએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સાત જણા વિરૂદ્વ ગુનો નોંધ્યો હતો.