Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેહરો સંતાડતી જોવા મળી અમેરિકાથી પરત ફરતી યુવતીઓ, રડતા-રડતા ગુજરાતી પરિવારે સંભળાવી આપવીતી

ચેહરો સંતાડતી જોવા મળી અમેરિકાથી પરત ફરતી યુવતીઓ, રડતા-રડતા ગુજરાતી પરિવારે સંભળાવી આપવીતી
, ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (15:39 IST)
America deported Gujaratis Family Shocked: ‘અમે તો હેરાન છીએ..અમને તો ખબર પણ નહોતી કે આ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. આ કહેવુ છે અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવેલા 33 ગુજરાતીઓના પરિવારનુ.   આ 33 ગુજરાતી ફેમિલી જણાવ્યુ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓ પર કાર્યવાહી કરવા દરમિયાન તેમણે સંબંધીઓની ધરપકડ અને નિર્વાસન પહેલા આ ખબર નહોતી કે તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહી રહ્યા હતા. બીજી બાજ સોશિયલ મીડિયા પર અમેરિકાથી ડિપોર્ટ થયેલી યુવતીઓનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમેરિકાથી પરત ફરેલી યુવતીઓ ચેહરો છુપાવતી જોવા મળી રહી છે. 
 
અમારી પુત્રી તો યૂરોપ ગઈ હતી
અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલ ગેરકાયદેસર પ્રવાસી નિકિતા પટેલના પિતા કનુભાઈ પટેલે જણાવ્યુ કે તેમની પુત્રીએ પરિવારને બતાવ્યુ હતુ કે તે યૂરોપની ટૂર પર ગઈ છે.  કનુભાઈ પટેલે કહ્યુ કે તેમની પુત્રીએ અમેરિકામાં રહેવા વિશે કશુ પણ બતાવ્યુ નહોતુ. કનુભાઈ પટેલે કહ્યુ કે તેમની પુત્રીને અમેરિકાથી પરત મોકલવાથી તેમનો પરિવાર હેરાન છે. પણ તેમને વિશ્વાસ હતો કે તેમની પુત્રી સુરક્ષિત પરત આવશે.  તેમની પુત્રીએ ફક્ત યુરોપ જવાની વાત કરી તેણે અમેરિકા જવાની કોઈ વાત નહોતી કરી.  અમને તો મીડિયા દ્વારા જાણ થઈ કે ગુજરાતના 33 લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે.  

 
તેણે આવુ નહોતુ કરવુ  
દરમિયાન, અન્ય એક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ, કેતુલ પટેલ, એક વર્ષ પહેલા સુરતમાં પોતાનો ફ્લેટ વેચીને અમેરિકા ગયો હતો. એજન્ટ દ્વારા પોતાનો ફ્લેટ ખરીદનાર પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેમને દુઃખ છે કે કેતુલ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. પ્રફુલ્લ પટેલે કહ્યું કે કેતુલે આવું ન કરવું જોઈતું હતું. જો તેને અમેરિકા જવું હોય તો તેણે ત્યાં કાયદેસર રીતે રહેવું જોઈતું હતું. પરિવારનો સ્વભાવ ખૂબ જ સારો છે.
 
તેઓ અમેરિકા કેવી રીતે પહોંચ્યા?
ગાંધીનગરના ગોહિલ પરિવારના ત્રણ સભ્યોને પણ અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા છે. જેમાં કિરણ સિંહ ગોહિલ, તેમના પત્ની મિત્તલબેન અને પુત્ર હયાંશનો સમાવેશ થાય છે. આ બધા લોકો એક મહિના પહેલા જ અમેરિકા ગયા હતા. કિરણ સિંહની માતા પોતાના પુત્ર અને તેના પરિવારને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યાના સમાચાર સાંભળીને ભાવુક થઈ ગઈ. તેમણે કહ્યું કે તે લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા તે વિશે તેમને કંઈ ખબર નથી.
 
કિરણ સિંહે તેની માતાને કહ્યું કે તેણે છેલ્લા 15 દિવસથી તેમની સાથે વાત કરી નથી અને તેઓ તેની સલામતી વિશે ચિંતિત છે. તેને અને તેના ગામલોકોને ખબર પણ નથી કે આ લોકો અમેરિકા કેવી રીતે ગયા. તેઓ જલ્દી પાછા આવે તો સારું રહેશે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mumbai-Ahmedabad રૂટ પર બુલેટ ટ્રેનને લઈને આવ્યુ લેટેસ્ટ અપડેટ, સૂરતમાં તૈયાર થયો આ બ્રિઝ