Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai-Ahmedabad રૂટ પર બુલેટ ટ્રેનને લઈને આવ્યુ લેટેસ્ટ અપડેટ, સૂરતમાં તૈયાર થયો આ બ્રિઝ

bullet train
, ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025 (14:44 IST)
Mumbai-Ahmedabad Bullet Train Update: ગુજરાતમાં તેજી સાથે પીએમ મોદીના બુલેટ ટ્રેન ડ્રીમ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતને એક મોટી સફળતા મળી છે.  અહી આ પ્રોજેક્ટ હેઠળ સૂરતમાં રેલવે ટ્રેક પર 100 મીટર લાંબો મેક ઈન ઈંડિયા પુલ બનીને તૈયાર થઈ ગયો છે. આ પુલ આ પ્રોજેક્ટ અને દેશના વિકાસ  માટે મીલનો પત્થર સાબિત થશે.  આ બ્રિજનુ નિર્માણ રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા કરવામાં આવ્યુ છે જે 4 રેલવે ટ્રેક અને એક સિંચાઈ નહેર પર બન્યુ છે.  
 
4 રેલવે ટેક પર મેક ઈન ઈંડિયા પુલ 
આ મેક ઈન ઈંડિયા સ્ટીલ પુલને NHSRCL ની તરફથી કિમ અને સાયન વચ્ચે 4 રેલવે ટ્રેક પર બનાવ્યો છે. આ પુલમાં 2 સ્પૈન છે જેમાથી એક 100 મીટર અને બીજો 60 મીટર લાંબો છે. આ પુલના બંને સ્પૈન એક ડબલ લાઈન માનક ગેજ રેલવે ટ્રેકની સુવિદ્યા આપવાનુ કામ કરશે. આ બ્રિજના બેસિક ઈંફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ 4 મૈન રેલવે ટ્રેકની સાથે એક સિંચાઈ નહેર પર પણ કરવામાં આવ્યો છે. બીજી બાજુ 60 મીટરનો સ્પૈન નિર્માણ સ્થળ પર ટ્રેકની પાસે એક સિંચાઈ નહેરની ઉપર બનાવવામાં આવશે. 

 
સ્ટીલ પુલનુ વજન 
આ પુલનુ નિર્માણ 28 જાન્યુઆરે 2025 થી લઈને 5 ફેબ્રુઆરી 2025 ની વચ્ચે પશ્ચિમી રેલવે અને ડીએફસી ટ્રેક પર શરૂ કરવામાં આવ્યુ. 100 મીટર લાંબા અને 14.3 મીટર પહોળા આ સ્ટીલ પુલનુ વજન 1432 મીટ્રીક ટન છે. આ પુલનુ નિર્માણ ગુજરાતના ભુજમાં એક વર્કશોપમાં કરવામાં આવ્યુ અને તેને રસ્તામાંથી સાઈટ પર લાવવામાં આવ્યુ.  
 
C5 સિસ્ટમથી રંગાયો પુલ 
પ્લાનિંગના મુજબ 17 પુલોમાંથી 6 નિર્માણ કાર્ય પુરૂ થઈ ચુક્યુ છે. 100 મીટર લાંબા પુલના નિર્માણમાં 60,000 ટોર્ક-શીયર પ્રકારના ઉચ્ચ-શક્તિવાળા બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની અપેક્ષિત ઉંમર 100 વર્ષ છે. પુલના બંને ભાગોને C5 સિસ્ટમથી રંગવામાં આવ્યા છે અને તે ઇલાસ્ટોમેરિક બેરિંગ્સ પર માઉન્ટ કરવામાં આવશે.
 
પુલને કાર્યરત કરવા માટે, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને નિયમિત રેલ અને અન્ય સેવાઓમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે તે માટે ટ્રાફિકને આંશિક રીતે અવરોધિત કરવામાં આવ્યો હતો.
 
17 સ્ટીલ પુલોમાંથી 6  પુલ તૈયાર  
'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ગુજરાત વિભાગમાં આયોજિત 17 સ્ટીલ પુલોમાંથી આ છઠ્ઠો પુલ છે. અત્યાર સુધીમાં, રાજ્યમાં 70  મીટર (સુરત), 100  મીટર (આણંદ), 230 મીટર (વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે), 100  મીટર (સિલવાસા, દાદરા અને નગર હવેલી) અને 60  મીટર (વડોદરા) લંબાઈના 5  સ્ટીલ પુલ બનાવવામાં આવ્યા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Todays Latest News Live યૂરોપ ફરવા ગઈ હતી, અમેરિકા કેવી રીતે... ગુજરાતમાં મોકલવામાં આવેલા પરિજનોએ વ્યક્ત કર્યુ દુ:ખ