Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પેપર લીક થતાં અટકાવવા મોટો નિર્ણય:ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષા ઓનલાઈન લેવાશે

gujarat gaun seva
, બુધવાર, 29 નવેમ્બર 2023 (18:39 IST)
અવારનવાર બનતી પેપર લીકની ઘટના અને તેની સામે બદનામ થતી ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરીને કારણે હવે સરકાર પણ કંટાળી હોય તેમ લાગે છે. આ તમામ આક્ષેપોને પહોંચી વળવા માટે સરકારે નવો રસ્તો શોધવાની વિચારણા કરી હોવાની માહિતી મળી રહી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી તમામ પરીક્ષા હવે ઓનલાઈન લેવામાં આવશે તે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. મળતી માહિતી મુજબ, ગૌણ સેવા પસંદગી મંડળ હવે ઉમેદવારોની સંખ્યાને આધારે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહી છે. જે પરીક્ષા અત્યાર સુધી માત્ર એક જ દિવસમાં લેવામાં આવતી હતી તેમાં પણ ફેરફાર કરીને એક કરતાં વધારે દિવસ સુધી પરીક્ષા લેવા માટેની વિચારણા ચાલી રહી છે. જે નવી પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવવામાં આવનાર છે, તેમાં સંપૂર્ણપણે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. એટલે કે, પેપરલેસ પરીક્ષા લેવા માટેનું આયોજન ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે.એકસાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે પ્રકારે કોમ્પ્યુટરાઈઝ્ડ એક્ઝામ સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે. જેની કામગીરી ટીસીએસ કંપનીને સોંપવામાં આવશે. આમ, પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આવવાને કારણે ગેરરીતિ કે પેપર લીક થવાના પ્રશ્નો ઉપસ્થિત થશે નહીં તેમ ગૌણ સેવા પસંદગી મંડળના સત્તાધીશો માની રહ્યા હોય તેમ લાગે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચીનના ભેદી રોગ સામે અમદાવાદ સિવિલ તૈયાર, બાળકો માટે 300 બેડ આરક્ષિત રખાયા