Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન બિલ : પેપર લીકની ઘટનાને રોકતાં બિલમાં કેવી જોગવાઈ કરાઈ?

ssc board paper
, શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (08:26 IST)
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે સરકારી નોકરીઓની પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાને રોકવા માટેનું'ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મિન્સ) બિલ, 2023'પાસ કરાયું છે.આ બિલમાં દોષિતને એક કરોડના દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
 
ગુનાને રોકવા માટે આ બિલમાં જે જોગવાઈ કરાઈ છે એ અનુસાર દોષિત પરીક્ષાર્થી એક ટર્મ માટે પરીક્ષા નહીં આપી શકે. આ સમયગાળો ત્રણ વર્ષ સુધી લંબાવી શકાશે. આ ઉપરાંત એક લાખનો દંડ પણ વસૂલવામાં આવશે. જુર્માનો ના ભરાતાં જેલની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
 
જાહેર પરીક્ષા વિધેયક બિલમાં દોષિત ઠરનાર પરીક્ષાર્થીને પાંચ વર્ષથી દસ વર્ષની સજા ઉપરાંત દસ લાખ રૂપિયાના જુર્માનાની જોગવાઈ પણ કરાઈ છે.
 
આ બિલની જે સૌથી મહત્ત્વની જોગવાઈ માનવામાં આવી રહી છે એ સંગઠિત ગુના સંબંધિત છે. પેપર લીકના મામલે સંગઠિત ગુના કે ષડ્યંત્રમાં લિપ્ત દોષિતને એક કરોડ રૂપિયા સુધીનો જુર્માનો તથા સાતથી દસ વર્ષની સજાની જોગવાઈ પણ કરાઈ છે.
 
સરકારને આ બિલ દોષિતે ગેરકાયદે મેળવેલા લાભની સામે સંપત્તિ જપ્ત કરવાનો હક પણ આપે છે. આ ઉપરાંત મૅનેજમૅન્ટ કે સંસ્થાની કોઈ વ્યક્તિ દોષિત ઠરશે તો જાહેર પરીક્ષાનો તમામ ખર્ચમૅનેજમૅન્ટ કે સંસ્થા પાસેથી વસૂલવામાં આવશે. મૅનેજમૅન્ટ કે સંસ્થા જો પોતે જ દોષિત ઠરશે તો એના પર કાયમી પ્રતિબંધ પણ મૂકી શકાશે.
 
નોંધનીય છે કે ગુજરાતમાં સરકારી નોકરીઓની પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ છાશવારે ઘટતી રહી છે. ગત જાન્યુઆરી માસમાં જ ગુજરાત પંચાયત સેવાની જુનિયર ક્લાર્કની પરીક્ષાને રદ કરવી પડી હતી. આ પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

INDW vs AUSW: ભારતમાં હાથમાં આવેલી મેચ છીનવાઈ, ઓસ્ટ્રેલિયા સામેની હાર એ 2017ની યાદ અપાવી