બુધવારે અમદાવાદમાં એક ટેક્સટાઈલ ગોદામમાં આગ લાગવાની ઘટના બની છે પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં આ ઘટના બની છે. કાપડ ગોડાઉનમાં ભીષણ આગની ઘટનામાં 9ના મોત નિપજ્યા છે. પિપલાજ રોડના નાનૂકાકા એસ્ટેટમં સ્થિત આ ગોદામમાં લાગેલી આગમાંથી ત્રણ લોકોને બચાવ્યા હત. હાલ મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યા વધી શકે છે.
મીડિયા સમાચાર મુજબ આગમાં ઈમારતનો એક ભાગ પડી જવાથી આ મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દબાયેલા છે. બીજી બાજુ હોસ્પિટલમાં મોકલાયેલા 6 લોકોની હાલત નાજુક છે.
<
Gujarat: Four people dead in fire at textile godown on Piplaj Road, Ahmedabad https://t.co/LxWzMWAdsP
— ANI (@ANI) November 4, 2020
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
પ્રાથમિક સ્તરે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ કરાઈ હતી. પરંતુ ધીમેધીમે ઘટનાએ વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગથી 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી છે. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાની મળતી માહિતી મળતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુમાં જોડાયા છે. આ ઘટનામાં એક બ્લાસ્ટ થતા ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે.