Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદના ટેક્સટાઈલ ગોદામમાં લાગી આગ, 9 લોકોના મોત

અમદાવાદના ટેક્સટાઈલ ગોદામમાં લાગી આગ, 9 લોકોના મોત
અમદાવાદ. , બુધવાર, 4 નવેમ્બર 2020 (14:48 IST)
બુધવારે અમદાવાદમાં એક ટેક્સટાઈલ ગોદામમાં આગ લાગવાની ઘટના બની છે  પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં આ ઘટના બની છે. કાપડ ગોડાઉનમાં ભીષણ આગની ઘટનામાં 9ના મોત નિપજ્યા છે.  પિપલાજ રોડના નાનૂકાકા એસ્ટેટમં સ્થિત આ ગોદામમાં લાગેલી આગમાંથી ત્રણ લોકોને બચાવ્યા હત. હાલ મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં મરનારાઓની સંખ્યા વધી શકે છે. 
 
મીડિયા સમાચાર મુજબ આગમાં ઈમારતનો એક ભાગ પડી જવાથી આ મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દબાયેલા છે. બીજી બાજુ હોસ્પિટલમાં મોકલાયેલા  6 લોકોની હાલત નાજુક છે. 


પ્રાથમિક સ્તરે માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ કરાઈ હતી. પરંતુ ધીમેધીમે ઘટનાએ વિકરાળ સ્વરૂપ લેતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુ માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
 
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં પીરાણા પાસે ગણેશનગરમાં આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગથી 9 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પીરાણા પાસે નાનુકાકા એસ્ટેટમાં ગોડાઉનમાં આગ લાગી છે. સ્થાનિક લોકો દ્વારા આ ઘટનાની મળતી માહિતી મળતા ફાયર બ્રિગેડના 40 જવાન રેસ્ક્યુમાં જોડાયા છે. આ ઘટનામાં એક બ્લાસ્ટ થતા ફેક્ટરીની છત ધરાશાયી થઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રમ્પે મધ્યરાત્રિએ કહ્યું, અમે ચૂંટણી જીતી લીધી છે