Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ શહેર હેરિટેજ સિટી’ બનતાં હરખની હેલી:ઐતિહાસિક અમદાવાદને યુનેસ્કોનું બહુમાન

Webdunia
સોમવાર, 10 જુલાઈ 2017 (12:33 IST)
600 વર્ષ જૂના અમદાવાદ શહેરની યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સીટીની યાદીમાં પસંદગી કરી લીધી છે. અમદાવાદ ભારતનું પહેલું એવું શહેર હશે કે જેનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. કોટ વિસ્તારની અંદરના અમદાવાદને આ સન્માન પ્રાપ્ત થયું છે. અમદાવાદનો પ્રસ્તાવ આ વિસ્તારની અંદર આવેલી ૨૬ જગ્યાઓને ધ્યાનમાં લઇને મૂકવામાં આવ્યો હતો. શનિવારે પોલેન્ડના ક્રેકોવ શહેર ખાતે યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ યાદીમાં અમદાવાદનું નામ ઉમેરાતાં શહેરની બ્રાન્ડ વેલ્યૂ વધશે અને સાથે સાથે પર્યટનમાં પણ વધારો થશે. શહેરનાં વારસાને દુનિયાએ બીરદાવ્યો હોય તેવું આ સન્માન છે. ઉપરાંત, અમદાવાદનાં સ્થાપત્યોમાં જોવા મળતી ભાત આખા ભારતમાં જુદી છે. અહીંના સ્થાપત્યોમાં જૈન, હિંદુ અને ઇસ્લામિક સંસ્કૃતિનો સુમેળ જોવા મળે છે. આ પ્રકારનાં સ્થાપત્યો આખા ભારતમાં ક્યાંય જોવા મળતા નથી.

અહમદ શાહના કાળથી અમદાવાદની એક વ્યાપારી શહેર તરીકે દુનિયાભરમાં નામના હતી પરંતુ સાથે સાથે તેના સ્થાપત્યો પણ એટલા જ સુંદર અને નોખાં છે. બીજું કે કોટ વિસ્તારમાં અનેક જાતિ અને ધર્મનાં લોકો રહે છે. અમદાવાદની પોળો અને તેના મકાનોની બાંધણીઓને પણ શહેરના હેરિટેજ તરીકે જોવામાં આવ્યું છે. શહેરને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો પ્રાપ્ત થતા જ ૬૦૦ વર્ષ કરતાંય પુરાણા એવા અમદાવાદમાં ચારેકોર આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. હેરિટેજ સિટી જાહેર થવાનાં દિવસને યાદગાર દિવસ ગણાવતા મેયર ગૌતમ શાહે પ્રાચીન વારસાની જાળવણી માટે રોડ મેપ તૈયાર કરવાની કટિબધ્ધતા દાખવવાની સાથે એક સપ્તાહ સુધી અનેક પ્રકારે ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. સદીઓ પુરાણા શહેર અમદાવાદને ગઇકાલે મોડી સાંજે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યુ ત્યારબાદ મ્યુનિ. સત્તાધીશોએ તાબડતોબ આ ગૌરવની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો. તેનાં ભાગરૂપે મ્યુનિ. કચેરીમાં આજે મેયર ગૌતમ શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી અને તેમાં સ્ટે.કમિટી ચેરમેન પ્રવીણભાઇ પટેલ સહિતનાં હોદ્દેદારો, વિવિધ કમિટીઓનાં ચેરમેન-ડે.ચેરમેનો, કમિશનર મુકેશકુમાર સહિત ડે.કમિશનરો, તમામ વિભાગનાં વડા અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયાં હતા અને યુનેસ્કોમાં મોકલેલાં પ્રેઝન્ટેશનને નિહાળી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. મ્યુનિ.કચેરીમાં એકબીજાનું મોઢું મીઠું કરાવ્યા બાદ મેયર સહિતનાં કોર્પોરેટરો શહેરનાં પ્રાચીન નગરદેવી ભદ્રકાળી મંદિરે ગયા હતા અને ત્યાં ફટાકડા ફોડીને આનંદ વ્યકત કર્યો હતો. ભદ્રકાળીમાતાનાં આશીર્વાદ મેળવ્યા બાદ મેયર અને કોર્પોરેટરો કાંકરિયા લેકફ્રન્ટ પહોંચ્યા હતા. જયાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં આતશબાજી કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ગૌતમ શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજય સરકાર અને શહેરમાં પ્રાચીન વારસાને જાળવી રાખનારા તમામનાં સાથસહકારથી અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો ગૌરવવંતો દરજ્જો પ્રાપ્ત થયો છે, હાલમાં ૨૨૩૬ જેટલાં મકાનો તથા ૪૪૯ જેટલાં મંદિર, મસ્જીદ, દરવાજા જેવા સ્થાપત્યો હયાત છે, જેની જાળવણી માટે હેરિટેજ ક્ષેત્ર સાથે સંકળાયેલાં લોકો સાથે બેઠક યોજી એક રોડ મેપ તૈયાર કરી યોગ્ય પગલા લેવામાં આવશે. શહેરનાં પ્રાચીન વારસાની જાળવણી માટે કેન્દ્ર અને રાજય સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ મેળવવાનાં પ્રયાસ કરવામાં આવશે તેવી માહિતી આપતાં મેયરે કહયું કે, વિશ્વ હેરિટેજ સિટીનાં દરજ્જો મળવાની ઉજવણી એક સપ્તાહ સુધી કરવાનુ આયોજન છે. જેમાં આવતીકાલે ગાંધીરોડ ઉપરની ઐતિહાસિક જામા મસ્જીદ અને કોટ વિસ્તારનાં પ્રાચીન જૈન મંદિરની મુલાકાત લઇ ઉજવણી કરવામાં આવશે. શહેરનાં પ્રાચીન સ્થાપત્યો અને પોળો વગેરે ખાતે પણ ઉજવણી કરવામાં આવશે. અમદાવાદનાં પ્રાચીન શહેર કોટ વિસ્તારને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હોવાથી કોટ વિસ્તારની કેટલીય પોળોમાં નાગરિકોએ કેક કાપીને સ્વયંભૂ ઉજવણી કરી હતી. આ તબક્કે મ્યુનિ.કમિશનર મુકેશકુમારે જણાવ્યું હતું કે, અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો તેનાં સાક્ષી બન્યાનું ગૌરવ છે અને શહેરનાં પ્રાચીન વારસાની જાળવણી માટે મ્યુનિ.માં હેરિટેજ સેલ કાર્યરત હતું, તેનાથી 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

વધુ જુઓ..

નવીનતમ

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

આગળનો લેખ
Show comments