કોરોનાવાયરસ બાદ ગુજરાતમાં હવે મ્યુકોરમાઇકોસિસના કેસની સંખ્યા ઝડપથી વધી જાય છે. દિવસે ને દિવસે મ્યુકોરમાઇકોસિસના કેસોના કારણે આ રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઇ છે. જે પ્રકારે કોરોના મહામારીની વચ્ચે રેમડેસિવીરના ઇંજેક્શનની સમસ્યા થઇ રહી હતી, તે જ પ્રમાણે મ્યૂકોરમાઇકોસિસ બિમારી દરમિયાન પણ લોકોને ઇંજેક્શન પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં પણ મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે, જેના લીધે સ્વાસ્થ્ય વિભાગમાં હંડકંપ મચી ગયો છે. હોસ્પિતલોમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓને ઓપરેશન માટે રાહ જોવી પડતી હોવાનું જાણવા મળ્યું છે. એક અંદાજ અનુસાર હાલ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં 125 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન માટે વેટિંગમાં ઉભા છે.
સિવિલ હોસ્પિટલમાં દરરોજ 25 થી 30 ઓપરેશન થઇ રહ્યા છે. અત્યાર સુધી બિમારીના ગંભીર કારણોના લીધે 7 રોગીઓની આંખો નિકાળવાની ફરજ પડી હતી. તમને જણાવી દઇએ કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 625 માંથી 230 દર્દીઓના ઓપરેશન થઇ ચૂક્યા છે.