ગુજરાત પોલીસે દારૂની હેરાફેરી કેસમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શકની પત્ની સાથે ધરપકડ કરી છે. સુરતની કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ આ દંપતી વિદેશી દારૂનું વેચાણ અને દાણચોરીના આરોપમાં ઝડપાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂની હેરાફેરીનો આરોપી અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે અને દિગ્દર્શનનું કામ પણ કરી ચૂક્યો છે. આરોપીઓની ઓળખ અભિનેતા જય ઉર્ફે જય જીમ્મી બરૈયા અને મીનાક્ષી તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી રૂ.3 લાખનો દારૂ કબજે કર્યો છે. જ્યારે પોલીસે જીમી અને તેની પત્નીની વિદેશી દારૂ સાથે ધરપકડ કરી ત્યારે કારમાંથી રૂ. 10 લાખ 91 હજારની કિંમતનો અન્ય કિંમતી સામાન પણ મળી આવ્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે રવિપાર્ક સોસાયટીના મેદાનમાં દારૂ ભરેલી કાર પાર્ક કરેલી છે. પોલીસે જ્યારે કાર પર દરોડો પાડ્યો ત્યારે તે જીમીની હોવાનું બહાર આવ્યું હતું. સુરત ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે જય ઉર્ફે જીમીની પત્ની સાથે તેનો ભાઈ વિજય પણ દારૂની હેરાફેરીમાં સામેલ હતો. ફિલ્મોમાં કામ કરવાની સાથે જીમી કાર ખરીદવા અને વેચવાનો બિઝનેસ પણ કરે છે. આરોપી કોની સાથે મળ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.