છૂટાછેડા બાદ ફરી એક બીજાની નજીક આવ્યા યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી! કોરિયોગ્રાફરે પૂર્વ પતિ સાથે તસવીરો શેર કરી છે
ભારતીય ક્રિકેટ યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા તેમના છૂટાછેડા બાદથી ચર્ચામાં છે. હાલમાં જ આરજે માહવશ સાથે ક્રિકેટરની તસવીરો વાયરલ થઈ હતી, જેના પછી તેમના ડેટિંગના સમાચારો ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન ધનશ્રીએ હાલમાં જ ચહલ સાથેની તેની જૂની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ બંને ફરી એકબીજાની નજીક આવી રહ્યા છે.
ચહલ તાજેતરમાં જ દુબઈ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ દરમિયાન આરજે માહવશ સાથે જોવા મળ્યો હતો. તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને તેમના ચાહકોએ અનુમાન લગાવ્યું કે બંને વચ્ચે કોઈ ખાસ સંબંધ છે.
ધનશ્રીએ ફરી જૂની તસવીરો પોસ્ટ કરી
આ વિવાદ વચ્ચે વધુ એક રસપ્રદ વાત સામે આવી છે. ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ચહલ સાથેની તેની જૂની તસવીરો ફરીથી અનઆર્કાઇવ (રીસ્ટોર) કરી. જો કે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.