Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સહિત 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી

Webdunia
શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (08:33 IST)
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રણ વાર શાનદાર અને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરનાર આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં વિસ્તાર કરવામાં લાગી છે. આ કડીમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે આગામી 2 વર્ષમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંદ અને ગુજરાત સહિત 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે. 
 
મળતી માહિતી અનુસાર આપ ની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે કે આપ પહેલાં પણ ગુજરાત, ગોવા અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતારી ચૂકી છે. પંજાબમાં તો આપના ધારાસભ્યોની સારી સંખ્યા છે. તે ત્યાં મુખ્ય વિપક્ષ છે. 
 
રાજકીય જાણકારોનું માનીએ તો જો આ 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં આપ જો સારું પ્રદર્શન કરે છે તો તે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ પ્રાપ્ત કરી શકે છે. વિધાનસભાની સીટોના મામલે અને રાજકીય દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશની ચૂંટણી મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં 403 વિધાનસભા સીટો છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, પંજાબ અને ગોવા આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો  ઉભા રાખશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ પત્રકાર પરિષદ વાર્તા દરમિયાન જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી ઉત્તર પ્રદેશમાં ફેબ્રુઆરીમાં યોજાનારી પંચાયત ચૂંટણી પણ લડશે. એટલું જ નહી ચૂંટણીને ગંભીરતાથી લેતાં આમ આદમી પાર્ટીએ દિલ્હી સરકરના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને આ ચૂંટણીના સુપરવાઈઝર જાહેર કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વન નેશન વન ઈલેક્શનને મળી મંજૂરી, મોદી કેબિનેટમાં પ્રસ્તાવ થયો પાસ

ભારે વરસાદને કારણે પ્રશાસને કેદારનાથ પદયાત્રાનો માર્ગ રાત્રે બંધ કરવાનો નિર્ણય લીધો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Delhi Crime: જન્મદિવસ પર ઓપન ડ્રેનેજમાં પડવાથી યુવકનુ મોત, રાત્રે મિત્રો સાથે કરી હતી પાર્ટી

બાળકો માટે આજે શરૂ થશે ખાસ સ્કીમ, 1000 રૂપિયામાં ખોલાશે ખાતું

આગળનો લેખ
Show comments