Webdunia - Bharat's app for daily news and videos

Install App

Todays Latest News Live -અમદાવાદની આ રોડ બનશે 6 લેન, ક્યારે પુરુ થશે કામ, જાણો પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ

Webdunia
સોમવાર, 3 ફેબ્રુઆરી 2025 (15:41 IST)
ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં 5 લોકોના મોત
social media

ગુજરાતના ડાંગ જિલ્લામાં યાત્રાળુઓને લઈ જતી એક ખાનગી બસ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં 5 લોકોના મોત થયા હતા. ૧૭ ગંભીર રીતે ઘાયલ છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત રવિવારે સવારે 4.15 વાગ્યાની આસપાસ થયો હતો. સાપુતારા હિલ સ્ટેશન નજીક ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે બસ ખાડામાં પડી ગઈ.
 
આ અકસ્માત થયો ત્યારે બસ મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરથી 48 યાત્રાળુઓને લઈને ગુજરાતના દ્વારકા જઈ રહી હતી. આ યાત્રાળુઓ મધ્યપ્રદેશના ગુના, શિવપુરી અને અશોકનગર જિલ્લાના હતા.

03:28 PM, 3rd Feb
અમદાવાદની આ રોડ બનશે 6 લેન, ક્યારે પુરુ થશે કામ, જાણો પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ 
ahmedabd road
 
SP Ring Road Will Become 6 Lane: અમદાવાદ અર્બન ડેલલોપમેંટ અથોરિટીએ 2200 કરોડ રૂપિયાના રોકાણથી રિંગ રોડનો પુનર્વિકાસ કરવાની યોજના બનાવી. 
 
 
SP Ring Road Will Become 6 Lane: અમદાવાદની 76 કિલોમીટર લાંબી એસપી રિંગ રોડ સિક્સ લેનને બનાવાશે. રિંગ રોડની આસપાસ રહેનારા લોકોને થતી અસુવિદ્યાને ઓછી કરવા માટે એક નવો 6 ફુટનો ઓવરબ્રિઝ પણ બનાવાશે.  જલ્દી આ માટે સ્થાન ફાયનલ કરવામાં આવશે.  

એયૂડીએ (Ahmedabad Urban Development Authority)એ 2200   કરોડના ખર્ચે પશ્ચિમમાં 39  કિમી અને પૂર્વમાં 37  કિમી રિંગ રોડનું પુનઃવિકાસ કરવાની યોજના બનાવી છે. મહત્વનું છે કે, AUDA દ્વારા બનાવવામાં આવેલ રિંગ રોડ 60 મીટર પહોળો છે, જેને વધારીને 90 મીટર કરવામાં આવશે. ટેન્ડર બહાર પડ્યા પછી, કામ 3-4 વર્ષમાં પૂર્ણ થશે.

03:02 PM, 3rd Feb
prayagraj
Gujarat Government Big Announcement: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રયાગરાજ માટે વધુ બસ ચલાવવાનો નિર્ણય લીદો છે. મહાકુંભ માટે રાજ્ય સરકાર 5 વધુ બસો શરૂ કરશે.  ઉલ્લેખનીય છે કે 4 ફેબ્રુઆરીથી પ્રયાગરાજ માટે 5 વધુ બસો ચલાવાશે સૂરતથી 2 બસો રવાના થશે. 
 
 
રાજ્ય સરકારે ગુજરાતથી પ્રયાગરાજ સુધી વધુ બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર મહાકુંભ માટે વધારાની 5 બસો દોડાવશે. સુરતથી 2 બસ, અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1-1 બસ ઉપડશે. સાંજે 5 વાગ્યાથી ટિકિટ બુક કરાવી શકાશે. એસટી નિગમની વેબસાઇટ પરથી બુકિંગ કરાવી શકાશે.

<

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.

•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ… pic.twitter.com/WbCG3wx309

— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2025 >
 
આ એક રહેશે ટ્રાવેલ પેકેજ 
અમદાવાદથી રૂ. 7,800નું પેકેજ
સુરતથી 8,300 રૂપિયાનું પેકેજ
વડોદરાથી 8,200 રૂપિયાનું પેકેજ
રાજકોટથી 8,800 રૂપિયાનું પેકેજ

11:25 AM, 3rd Feb
ગુજરાતમાં ઝુકેગા પુષ્પા, ચંદન ચોરને પકડવા માટે પોલીસે બનાવ્યો આ સોલિડ પ્લાન 
red chandan
Inter State Forest Conservation Meeting Saputara: આંતરરાજકીય વન સંરક્ષણ બેઠક સાપુતારામાં રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજીત કરવામાં આવી. 
 
Inter State Forest Conservation Meeting Saputara: પુષ્પા ફિલ્મમાં તમે અલ્લુ અર્જુનન પાત્રોને ચંદનની તસ્કરી કરતા જોયા હશે. એ તેની તસ્કરી માટે નવી નવી તરકીબો અજમાવે છે અને સફળ થય છે.  પુષ્પાની જેમ જ દેશના વિવિધ રાજ્યોમાં ચંદનના લાકડાની હેરાફેરી કરનારુ ગેંગ સક્રિય છે. જો કે હેરાફેરી થી રાજસ્વને નુકશાન થવાની સાથે જ પર્યાવરણને પણ નુકશાન પહોચે છે. આવામાં ચંદન ચોરને પકડવા માટે ગુજરાતે સોલિડ પ્લાન બનાવ્યો છે.   

10:46 AM, 3rd Feb
સુરેન્દ્રનગર - ભાજપાના નેતા પ્રેમજાળમાં ફસાયા, યુવતીએ પ્રાઈવેટ વીડિયો બનાવી કર્યા બ્લેકમેલ 
પાટડીમાં હનીટ્રેપની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય તેનો ભોગ બન્યા હતા. જેમાં આરોપીઓએ અંગત પળનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

52 વર્ષની આ અભિનેત્રી જેણે બહેનપણીના પતિ સાથે કર્યા લગ્ન, 10 વર્ષ જૂની ડોલીમાં મંડપ સુધી આવી, 200 કરોડનુ છે નેટવર્થ

ગુજરાતી જોક્સ - ભસવાનું બંધ

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

વધુ જુઓ..

નવીનતમ

ક્રિસ્પી ગાર્લિક પોટેટો વેજીસ

શિયાળ અને કાગડો

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments