Webdunia - Bharat's app for daily news and videos

Install App

Todays Latest News Live સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત સરકારનો નિર્ણય, BJP એ મહિલાઓ પર બતાવ્યો વિશ્વસ

Webdunia
શનિવાર, 1 ફેબ્રુઆરી 2025 (17:42 IST)
MP ના ભૂતપૂર્વ સાંસદ ધારાસભ્યનો પુત્ર ગર્લફ્રેન્ડ માટે ચેઇન  બન્યો સ્નેચર 
ગુજરાતના અમદાવાદ પોલીસે સ્નેચિંગ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. ૬૫ વર્ષીય મહિલા પાસેથી ચેઈન સ્નેચિંગના આરોપસર એક પુરુષની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કોઈ વ્યાવસાયિક ગુનેગાર નથી, પરંતુ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ ધારાસભ્યનો પુત્ર છે. આરોપીના પિતા વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત કોંગ્રેસના શક્તિશાળી નેતા રહ્યા છે. આરોપીની ઓળખ પ્રદ્યુમન સિંહ વિજેન્દ્ર સિંહ ચંદ્રાવત તરીકે થઈ છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આ ઘટના 25 જાન્યુઆરીના રોજ બની હતી.

06:05 PM, 1st Feb
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત સરકારનો નિર્ણય, BJP એ મહિલાઓ પર બતાવ્યો વિશ્વસ 
Local Body Elections
Gujarat Govt Big Decision on Local Body Elections: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ને લઈને મોટો નિર્ણય કર્યો છે. નગર નિગમ, નગર પાલિકા, જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન 16 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી રહેશે. 
<

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2025 અંતર્ગત રાજકોટ જિલ્લાની જેતપુર - નવાગઢ નગરપાલિકાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની સૂચના મુજબ જાહેર કરવામાં આવે છે.

સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની હાર્દિક શુભકામનાઓ pic.twitter.com/LuLFdJGaMI

— BJP Gujarat (@BJP4Gujarat) February 1, 2025 >
 
BJP એ મહિલાઓમાં વ્યક્ત કર્યો વિશ્વાસ 
 શ્વાસ આ સાથે, ભાજપે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં 27 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મતગણતરી ૧૮ ફેબ્રુઆરીએ થશે.

05:45 PM, 1st Feb
Zakia Jafri: ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન, તેમના પતિ એહસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં થયુ હતુ મોત 
 
2002 ના ગુજરાત રમખાણોમાં સરકાર પર મોટા કાવતરાનો આરોપ લગાવનાર ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું. ઝાકિયા જાફરી કોંગ્રેસના દિવંગત પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની છે. 28  ફેબ્રુઆરી 2002 ના રોજ થયેલા રમખાણો દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં એહસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ઝાકિયાએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

05:39 PM, 1st Feb
મહાકુંભમાંથી વધુ એક ગુજરાતીના મોતના સમાચાર 
 
વર્તમાન સમયમાં મહાકુંભ 2025 ચાલી રહ્યો છે.  દેશના ખૂણે ખૂણેથી અનેક લોકો મહાકુંભમાં પહોચી રહ્યા છે. ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં ગયા છે. થોડા દિવસ પહેલા મહાકુંભમાં શાહી સ્નાન દરમિયાન મચેલી નાસભાગમાં એક ગુજરાતીનુ મોત થયુ હતુ. આજે મહાકુંભમાંથી વધુ એક ગુજરાતીના મોતના સમાચાર આવ્યા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
 
રાજકોટના રહેવાસી કિરીટસિંહ રાઠોડ પરિવાર અને મિત્ર સાથે મહાકુંભ ગયા હતા. જ્યા તેમને શ્વાસ ચઢવાની તકલીફ થતા તેમને રાયબરેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનુ મોત થયુ છે.  પરિવારના મુખિયાનુ આ રીતે અચાનક મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. 

03:41 PM, 1st Feb
ગુજરાતમા માવઠુ પડશે ? જાણો શુ કહે છે હવામાન વિભાગ 
 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 3,4 અને 5 ફેબ્રિુઆરીએ માવઠુ પડી શકે છે. રાજ્યમાં દાહોદ, વડોદરા, આણંદ, ખંભાત, ભાવનગર સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. પંચમહાલ અને વડોદરાના આસપાસના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અરબી સમુન્દ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે આ કમોસમી વરસાદની સભાંવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અન્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.
 

09:42 AM, 1st Feb
ગુજરાત સરકારની આ યોજનાથી વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર થયું, જાણો શું છે શરતો
 
Foreign Study Loan Scheme:વિદ્યાર્થીઓનું વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન હવે પૈસાના અભાવે અધૂરું નહિ રહે. અમારી યોજના હેઠળ, આપણે ગુજરાત સરકારની ફોરેન સ્ટડી લોન યોજના વિશે વાત કરીશું. આ વિદેશી અભ્યાસ લોન યોજના હેઠળ, બિન-અનામત શ્રેણીના વિદ્યાર્થીઓને એક વર્ષ કે તેથી વધુ અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટર માટે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો કરવા માટે વાર્ષિક 4% ના સરળ વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. નિયમો મુજબ, કોઈપણ જાતિના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments