રાજ્યમાં એક તરફ ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચો થતો જાય છે તો બીજી તરફ આત્મહત્યાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાંથી અરેરાટી ઉત્પન્ન થાય એવો બનાવ સામે આવ્યો છે. જેમાં 10 વર્ષની બાળકીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-2માં કપિલભાઇ ચૌહાણ પોતાના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં બે દિકરી અને દીકરો છે. જેમાં મોટી દિકરી ખુશાલી 10 વર્ષની છે અને ધોરણ 5માં અભ્યાસ કરે છે. જેણે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. બેભાન હાલતમાં તેને દવાખાન લઇ જવામાં આવ્યા હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.
કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કપિલભાઇની પૂછપરછમાં, તેમને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. 10 વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.5માં ભણતી હતી. પત્ની પણ આર્થિક મદદરૂપ થવા દેરાસરમાં કામ કરે છે. દરમિયાન આજે નાનામવામાં રહેતા કૌટુંબિકને ત્યાં હવનનો પ્રસંગ હોય ત્યાં જવા માટે બધા તૈયાર થયા હતા. ત્યારે ખુશાલીને તૈયાર થવાનું કહેતા તેને સાથે આવવાની ના પાડી દીધી હતી. જીદ્દી સ્વભાવની પુત્રી ખુશાલીને સાથે આવવાનું કહેવા છતાં તેને આવવાની ના પાડતા પોતે, પત્ની અને બે સંતાનને લઇ હવનના ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.
રવિવારે પરિવાર કૌટુબિક પરિવારમાં હવન હોવાથી આખો પરિવાર હવનમાં ગયો હતો જ્યારે ખુશીએ જવાની ના પાડી હતી અને તે ઘરે એકલી રહી હતી. પરંતુ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પરિવાર પરત ફર્યો તો દરવાજો બંધ હતો. પરિવારે દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલવામાં ન આવતા તેઓ ઘરની બારીએથી જોવા ગયા તો ખુશાલીની લાશ લટકતી હતી. પરિવારે દરવાજો તોડીને તાત્કાલિક હોસ્ટિપલ લઇ ગયા હતા પરંતુ તેનું મોત નિપજ્યું હતું. માત્ર દસ વર્ષની પુત્રીએ આ પ્રકારનું પગલું ભરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.