તૈયાર રાખજો- ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. પરંતુ હજી કડકડતી ઠંડીની શરૂઆત નથી થઇ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં તબક્કાવાર ઠંડી વધશે. ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે. આગામી બે દિવસ બાદ અમદાવાદમાં કાતિલ શિયાળો ફરીથી પોતાનો મિજાજ દેખાડશે, અને તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે અને બે દિવસ બાદ શિયાળાનું પ્રભુત્વ વધવનાની સંભાવના દર્શાવી છે. નલિયા 7.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુંગાર સાબિત થયું છે, જ્યારે આગામી સપ્તાહથી રાજ્યભરમાં ઠંડી વધશે.
રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ડીસામાં ઠંડીનો પારો 12.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ભૂજમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો છે.
ગાંધીનગર અને વલસાડમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયુ. અમરેલીમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભાવનગર અને કેશોદમાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વડોદરામાં ઠંડીનો પારો 17 ડિગ્રી, રાજકોટમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી, મહુવામાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી, દિવમાં ઠંડીનો પારો 18.9 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી તો સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 20.4 ડિગ્રી પર પહોંચ્યો છે.