Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા સચિવાલયમાં દિપડો ઘૂસતાં પ્રવેશબંધી, સીસીટીવી કેમેરાથી શોધખોળ આદરાઈ

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (12:07 IST)
આજે સવારે નવા સચિવાલયમાં દીપડો ઘૂસ્યો હતો અને સચિવાલયમાં તેની લટારના સીસીટીવી સામે આવ્યા છે. દીપડો ઘૂસ્યો હોવાની ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમ સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવ રહેણાંક દીપડો ઘૂસ્યાના બનાવ સામે આવતા હોય છે ત્યારે રાજ્યની રાજધાનીમાં જ્યાંથી રાજ્યનો વહિવટ થાય છે ત્યાં દીપડો ઘૂસી જતાં લોકોમાં અચરજ જોવા મળી રહી છે. સુરક્ષા અને લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને જ્યાં સુધી દીપડાનું લોકેશન ન મળે અને તેને પકડી લેવામાં ન આવે ત્યાં સુધી કોઈને સચિવાલયમાં પ્રવેશ આપવામાં નહીં આવે. વન વિભાગ જાહેર કરાય કે દીપડો નિશ્ચિત લોકેશન પર છે કે તેની મૂવમેન્ટ થઈ છે તેને ધ્યાને રાખીને પછી જ લોકોને એન્ટ્રી આપવામાં આવશે.ગાંધીનગરમાં નવા સચિવાયલમાં દીપડો ઘૂસી ગયો હતો. વનવિભાગની ટીમ નવા સચિવાલય પહોંચીને દીપડાને પાંજરામાં પૂરવા માટે જહેમત ઉઠાવી રહી છે. દીપડો ક્યાં છે તે ચકાસવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. દીપડોનું લોકેશન મેળવીને તેને પાંજરે પૂરવા માટે વનવિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.અધિકારીઓએ આ અંગે ચિંતા દર્શાવતા કહ્યું છે કે, જો સચિવાલયમાં દીપડો ઘૂસી ગયો હોય તો ઘણી જ ચિંતાનો વિષય છે. આ અંગે તપાસ થશે કે તે ક્યાંથી અંદર આવી ગયો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જબરદસ્ત હંગામો, કલમ 370ને લઈને ધારાસભ્યો વચ્ચે લડાઈ

10 વર્ષનો છોકરો રસ્તા વચ્ચે છોકરીના સ્તનને સ્પર્શવા લાગ્યો, વીડિયો જોઈને કાંપી જશો

કાકા-કાકીએ મેટ્રોમાં બધી હદો વટાવી, કરવા લાગ્યા આવા અધમ કામ, વીડિયો જોઈને તમારું લોહી ઉકળી જશે.

હરિદ્વારમાં સાધુનો ઘૃણાસ્પદ ચહેરો સામે આવ્યો, સાધ્વી સાથે હતા શારીરિક સંબંધો, વીડિયો થયો વાયરલ

Gujarat Weather: ગુજરાતમાં સતાવશે ઠંડી કે રડાવશે ગરમી, જાણો IMD પાસેથી કેવુ રહેશે હવામાન ?

આગળનો લેખ
Show comments