Webdunia - Bharat's app for daily news and videos

Install App

નડિયાદમાં દોરીથી ગળું કપાતા યુવતીનું મોત નિપજ્યુ

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (12:05 IST)
- ચાઈનીઝ દોરા પર બેન લગાવ્યા છતા માર્કેટમાં મળે છે દોરો 
-  યુવતી પડી ગયા પછી પણ કોઈએ ન દાખવી માનવતા 

young girl died due to a string

નડિયાદ શહેરમાં આજે પતંગના દોરાથી એક યુવતીનું કમકમાટીભર્યુ મોત નીપજ્યુ છે. શહેરના વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ જતા આ ઘટના બની છે. જ્યાં દોરીમાં યુવતીનું ગળુ આવી જતા તેનું મોત થયુ છે. આ અંગે સાદી કાળી દોરીથી ગળુ કપાયુ હોવાનું સ્થાનિકો અને પોલીસ સૂત્રોએ જણાવ્યુ છે.
 
મળતી વિગતો મુજબ ફ્લેટમાં ઘરકામ કરતી 25 વર્ષિય મયુરીબેન હંસરાજભાઈ સરગરા ઘરકામ પતાવી અને પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન વાણીયાવાડથી ફતેપુરા રોડ તરફ એક્ટિવા લઈને પસાર થતા સમયે વચ્ચે દોરો આવી ગયો હતો. જેમાં મયુરીનું ગળુ ભરાતા ઈજા થઈ હતી, મયુરી થોડે આગળ જતા તેના ગળામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યુ હતુ. જેથી તે એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી. આ વખતે ત્યાંથી કેટલાક લોકોએ રીક્ષા મારફતે યુવતીને મહા ગુજરાત હોસ્પિટલ ખસેડી હતી, પરંતુ સારવાર દરમિયાન ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. જેના કારણે જુવાનજોધ દિકરીનું અકાળે અવસાન થતા પરીવાર પર આભ તૂટી પડ્યુ છે.

આ સમગ્ર મામલે યુવતીના પિતા હસંરાજભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, અમે ફતેપુરા રોડ પર રહીએ છીએ. મારી દિકરી વાણીયાવાડ ફ્લેટમાં ઘરકામ કરે છે. જે પતાવી તે એક્ટિવા લઈ વાણીયાવાડ રોડથી ફતેપુરા રોડ પર આવી રહી હતી. આ દરમિયાન ગળામાં દોરો ભરાયા બાદ તે ખાસ્સુ આગળ ગઈ પછી પડી ગઈ અને ખાસ્સુ લોહી નીકળ્યું હતું પણ લોકો તેને જોઈને નીકળી ગયા. અડધો કલાક મારી દિકરી ત્યાં પડી રહી પછી અમને જાણ થતા તેને લઈને મહાગુજરાતમાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments