Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદપાત્રીઓને કારે મારી ટકકર, 6 લોકોના મોત, 6 લોકો ઘાયલ

Webdunia
શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (09:34 IST)
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક ઝડપી કારે રાહદારીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે આ ભયાનક અકસ્માત અરવલ્લી માલપુરના કૃષ્ણપુર પાસે થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. તેમની દેખરેખ કરવામાં આવી રહી છે.
 
આપને જણાવી દઈએ કે અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને પહેલા હોસ્પિટલ મોકલ્યા. જોકે, અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
 
અરવલ્લીમાં થયેલા અકસ્માતની તસવીર સામે આવી છે. ફોટામાં દેખાઈ રહ્યું છે કે રાહદારીઓને ટક્કર મારતા કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. કારની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી જોરદાર હતી.
 
પોલીસના જણાવ્યા અનુસાર અરવલ્લીમાં થયેલા અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. જે બાદ તેનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, પોલીસ લોકોને દૂર રહેવા માટે કહી રહી છે. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments