ઉતરાયણ સમયે અનેક કિસ્સાઓમાં વ્યક્તિ મોતને ભેટતો હોય તેવો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતા અથવા તો ધાબા પરથી પડી જતા મોતને ભેટતા હોય છે તો ઘણી વખત માંજાના કારણે વાહન ચાલકોનું ગળું કપાતા મોતને ભેટતા હોય છે. કામરેજ ચાર રસ્તા ઉપર વાહન ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે માંજા ને કારણે ગળું કપાઈ જતા મોત નીપજ્યુ છે.
સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક શ્રમજીવી પોતાના મોટર સાયકલ ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ એકાએક પતંગનો માંજો આવી જતા વાહન ચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહન ચાલક ના ગળા પર થી માંજો ફરી જતા બાઈક પરથી નીચે ફટકાયો હતો. યુવકનો ગળું ભયંકર રીતે કપાયું હતું જેના કારણે તેણે મોત નીપજ્યું છે. પતંગ નો માંજો કેટલો હાનિકારક છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.
મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. તેના કારણે વાહન ચાલકો ઉપર મુસીબત આવી જતી હોય છે. કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. પોતે કામકાજ કરીને ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન જ ઘટના બની હતી. પતંગનો મારો જાણે તિક્ષ્ણ હથિયાર હોય તે રીતે ગળા ઉપર ફરી વળી હતી. જાણે કોઈએ ગળા ઉપર ચાકુનો ઘા કરી દીધો હોય એટલી હદે પતંગના માજાએ ગળાના ભાગે વાહન ચાલકને બીજા પહોંચાડી હતી.નવાગામ માં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના હતા. તેઓ લુમ્સ ના કારખાનામાં મજૂરી કામ માટે જતા હતા. નિયમિત રીતે લુમ્સ ના કારખાના માંથી તેઓ સાંજના સમયે પરત આવતા હતા. એકા એક જ કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે તે પહેલા જ તેમના ગળા ઉપરથી પતંગનો દોરો પસાર થયો હતો. જેને કારણે ગળાની નસો કપાઈ જતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.