Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં વહેલી સવારે અચાનક લાગી આગ, ત્રણનાં મોત

અમદાવાદ
, સોમવાર, 2 જાન્યુઆરી 2023 (09:49 IST)
અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. શાહપુર દરવાજા પાસે આવેલી ન્યુ એચ કોલોનીમાં આ સમગ્ર ઘટના બની હતી. અત્યાર સુધીના અહેવાલ મુજબ ત્રણ લોકોના મોત થયેલા છે, જેમાં એક દંપતી સહીત બાળકનો સમાવેશ થાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.  જો કે, મકાનમાં આગ ક્યા કારણોસર લાગી તેનું કોઈ કારણ હજી સુધી સામે આવ્યુ નથી.                                 
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ પત્ની અને એક બાળકની લાશ ફાયર બ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતા શાહપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી, 13 ડબ્બા ક્ષતિગ્રસ્ત; અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા છે