Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારની ગિફ્ટ સિટીને મોટી ‘ભેટ’, હવે દારૂનું સેવન કરવાની પરવાનગી આપી

Webdunia
શનિવાર, 23 ડિસેમ્બર 2023 (00:35 IST)
gift city

 
ગાંધીનગરમાં 886 એકરમાં તૈયાર કરવામાં આવેલ ગિફ્ટ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મુલાકાતીઓ માટે સરકારે દારૂ પીવાની છુટ જાહેર કરી છે. ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગીફટ સીટી વિસ્તારમાં " વાઈન એન્ડ ડાઈન" ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં દારૂબંધીને લઈને સરકાર હંમેશા કડક કાયદાની વાતો કરે છે ત્યારે રાજ્યમાં ગિફ્ટ સિટીમાં લિકર પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરીને સરકારે સરેઆમ દારૂ પીવાની છુટ આપી છે. હવેથી ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં કર્મચારીઓ વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે.અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ,કલબ અવે રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે.પરંતુ હોટેલ,કલબ અને રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં લીકરનું સેવન કરી શકશે. નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી  વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરેન્ટસ, અને કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments