Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 વર્ષના કિશોરનું હાર્ટએટેકથી નિધન

Webdunia
ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (18:10 IST)
રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે.  
 
ભાવનગરમાં 17 વર્ષના કિશોરનું હાર્ટફેલ થતા મોત નિપજ્યું છે. આ 17 વર્ષીય કિશોરની ઓળખ  વિજય ચૌહાણ તરીકે થઈ છે. મળતા અહેવાલ અનુસાર યુવાન રાત્રે 10 વાગ્યે સુઈ ગયા બાદ સવારે જાગ્યો જ નહોતો. પરિવારજનોએ તેને ઉઠાડવાનો ખૂજ પ્રયત્ન કર્યો પણ તે ભાનમાં આવ્યો જ નહીં, ત્યાર બાદ યુવાનને ભાવનગરના માઢીયા ગામેથી 108 દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 
 
વિજય ચૌહાણ નામનો કીશોર રાત્રે 10 વાગ્યાના અરસામાં સુઈ ગયો હતો. પરંતુ તે સવારે ઉઠ્યો જ નહિ. જેના બાદ તેને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો. જ્યાં ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી, પરંતુ પરિવાર સામે જ ટૂંકી સારવાર બાદ કિશોરનું હાર્ટ એટેકના હુમલાના કારણે મોત થઇ ગયું હતું. હાર્ટ એટેક આવવાના કારણે જ તે સુઈ ગયા બાદ જાગ્યો નહિ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Labh Pancham 2024 - લાભ પાંચમ મહત્વ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

ઉત્તરી ગ્રીસમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી

સ્પીડમાં બસે બાઇકને ટક્કર મારતાં માતા-પુત્રીનું મોત

વડાપ્રધાન મોદી આજે ઝારખંડમાં બે રેલીઓને સંબોધશે.

Video: કેનેડામાં હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકો મંદિરમાં ઘૂસ્યા

આગળનો લેખ
Show comments