Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આજના સમાચાર - 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને કસ્ટડીમાં

rain in valsad
, મંગળવાર, 25 જુલાઈ 2023 (07:52 IST)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. આગામી 26મી જુલાઈએ દરિયામાં ડિપ્રેશન સર્જાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.
 
 
જમીન કૌભાંડ મામલે ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાને કસ્ટડીમાં મોકલાયા છે. વાત જાણે એમ છે કે, અગાઉ માઉન્ટ આબુથી ધરપકડ કર્યા બાદ તેમણે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જોકે હવે  પૂર્વ IAS એસ.કે.લાંગા રિમાન્ડ પુર્ણ થતા ગતરોજ તેમને કસ્ડટીમાં મોકલાયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જાહેર થશે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ