Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં નર્મદા ડેમમાં 52 ટકા પાણીનો સંગ્રહ, જાણો 206 જળાશયોની શું સ્થિતિ છે

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2024 (12:55 IST)
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૭૫,૬૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૫૮ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૯૧,૬૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૪.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
 
રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. 
 
૧૪૧ જળાશયોમાં ૨૭.૭૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો
રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-૨ તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૪૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૭.૭૮ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૬૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૭.૭૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે 
 
રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા ગામમાં સૌથી વધુ ૧૪ ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૬/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ૭ ઇંચ અને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાસ વરસાદ ૨૦ ટકાથી વધુ નોંધાયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

આગળનો લેખ
Show comments