Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સિંહણે પાંચ વર્ષની બાળક પર કર્યો હુમલો, બાળકનું મોત

સિંહણે પાંચ વર્ષની બાળક પર કર્યો હુમલો, બાળકનું મોત
, મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (17:44 IST)
ગુજરાતના અમરેલી જિલ્લામાં ગીર વન વિભાગના વિસ્તારમાં એક સિંહણે પાંચ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે મધરાત્રે આ ઘટના ગીર ફોરેસ્ટના રાજુલા રેન્જનીએ નજીક ભાચાદર ગામમાં સર્જાઇ હતી. જેમાં સિંહણ પોતાના બચ્ચા સાથે બાળકને ખેંચી ગઇ હતી. 
 
વન વિભાગે અધિકારીએ જણાવ્યું હતું હતું કે સિંહણે પાંચ વર્ષના બાળકને ત્યાંતી ઉઠાવ્યું હતું અને ઘરથી દૂર સીમમાં લઈ ગઈ હતી. સિંહણ અને તેના બચ્ચાએ અડધી રાત્રે બાળકનો શિકાર કર્યો હતો. બાળકનો રડવાનો અવાજ આવતા જ તેના માતાપિતા જાગી ગયા હતા, અને અવાજની દિશામાં દોડ્યા હતા. પરંતુ તેઓના હાથમાં બાળકનો મૃતદેહ આવ્યો હતો. 
 
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. તો બીજી તરફ પોતાના બાળકને ગુમાવ્યા બાદ પરિવારે ભારે શોક વ્યક્ત કર્યો હતો. સોમવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. 
 
સિંહણ બાળકનું અડધુ શરીર ખાઇ ગઇ હતી. બાળકની લાશના ટુકડા આસપાસ વિખરાયેલા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બાળકીના પિતા ખેતમજૂર છે અને ઘટનાવાળી જગ્યાએ કામ કરે છે. વનકર્મીઓએ સિંહણને પકડવા માટે ઘટનાસ્થળની પાસે પાંજરૂ લગાવી દીધું છે. આ સાથે જો સિંહણ માનવભક્ષી બની હોય તો તેને પકડી લેવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

India U19 vs Pakistan U19 Live Score - ભારતે પાકિસ્તાનને 172માં કર્યુ ઓલઆઉટ, ભારતને જીતવા માટે 173નુ લક્ષ્ય