Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા ૧૭૨૦ મુસાફરોના કોરોના ટેસ્ટ કરાયા, ૧૧ વ્યક્તિઓ પોઝિટિવ

યુકેથી આવેલા વિજય રૂપાણીના પુત્રી-જમાઈના કોરોના ટેસ્ટ

Webdunia
સોમવાર, 28 ડિસેમ્બર 2020 (07:34 IST)
કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે. 
 
એટલું જ નહીં ૯મી ડિસેમ્બર થી ૨૩ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે 
 
મુખ્યમંત્રીશ્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકારની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે.આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 
 
તદ્દનુસાર તારીખ ૨૫ નવેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન આવા ૫૭૨ મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં  આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 
આ ઉપરાંત ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ આ દેશોથી  ગુજરાતમાં આવ્યા છે તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.
 
તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે ૮ થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવાર-સુશ્રૃષાની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments