ભાજપના પ્રમુખ અમિત શાહના પુત્ર જય શાહે ન્યુઝ વેબસાઈટ ધ વાયર સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો છે. રોહિની સિંહ, સિદ્ધાર્થ વરદારાજન, સિદ્ધાર્થ ભાટિયા, એમ કે વેણુ સહિત અન્ય ત્રણ લોકો સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રવિવારે વેબસાઈટના આક્ષેપોને ઉપજાવી કાઢેલા અને અપમાનજનક ગણાવ્યા હતાં. વેબાસઈટે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે મોદી વડાપ્રધાન બન્યા પછીના એક જ વર્ષમાં જય શાહની કંપની ટેમ્પલ એન્ટરપ્રાઈઝની રેવન્યૂ 50 હજાર રૂપિયાથી વધીને 80 કરોડ રૂપિયા થઈ હતી
મોદી પછી અમિત શાહ બીજા સઉથી પાવરફુલ વ્ય઼ક્તિ ગણાય઼ છે તેઓ મોદીના વિશ્વાસુ મિત્ર પણ છે... તેમના એકમાત્ર પુત્રએ મીડિયાથી દૂર રહેવાની હમેશા કોશિશ
કરી છે આવો જાણીએ કેટલીક વાતો જય શાહ વિશે
જય અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી B.Tech એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી છે
અમદાવાદ મિરર મુજબ જય સારા બેટસમેન હતા તેમણે ગુજરાતના કોચ જયેન્દ્ર સેહગલ પાસેથી તાલિમ મેળવી હતી પણ તેમની સમસ્યા એવી છે કે વિશાળ ક્રિકેટ એસોસિએશનના વહીવટ માટે તેમની પાસે સમય અને અમિત શાહ જેવી સમજ બંન્નેનો અભાવ છે.પછી તેમણે પોતાના પિતાને પગલે સ્ટોક એક્સચેન્જમાં હાથ અજમાવ્યો.
- જય 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના એક્ઝીક્યુટિવ મેમ્બર બન્યા અને 2013માં GCA ના જોઈંટ સેક્રેટરી તરીકે ચૂંટાયા.
- પિતાજીની જેમ જ તેઓ પણ સ્ટોક માર્કેટના માસ્ટર છે અને તેમને સ્ટોક માર્કેટનું ખૂબ જ્ઞાન છે.
- જય શાહે પોતાનો અભ્યાસ પૂરો કરીને ફેમિલીના સફળતમ બિઝનેસ પાઈપ બિઝનેસમાં જોડાયા. ઓગસ્ટ 2004માં જયે ટેમ્પલ એંટરપ્રાઈઝ પ્રાઈવેટ લિ.. ટ્રેડિંગ કંપની શરૂ કરી.
- જ્યારે તેમના પિતાજી અમિત શાહ એંકાઉંટરના કેસમાં જેલમાં હતા ત્યારે જય ફેમિલી સાથે મુંબઈ ટ્રાંસફર થઈ ગયા હતા. જ્યારે અમિત શાહને સીબીઆઈએ ક્લીન ચીટ આપી ત્યારે તેમની ફેમિલી અમદાવાદ પરત ફરી.
- 10 ફેબ્રુઆરી 2015માં જય શાહ પોતાની બાળપણની મિત્ર રિષિતા પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. રિષિતા અમદાવાદના બિઝનેસમેન ગુણવંતભાઈ પટેલની પુત્રી છે.
- જયના લગ્ન સમારંભમાં કેટલાક મોટા બીજેપી લીડરોએ હાજરી આપી હતી જેમા એલ કે અડવાણી, હોમ મીનિસ્ટર રાજનાથ સિંહ, ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી, પિયુષ ગોયલ, સુરેશ પ્રભુ, ધાર્મિક ગુરૂ રામદેવ બાબા અને ભારતી બાપુ. ઉદ્યોગપતિ મુકેશ અંબાની તેમની પત્ની નીતા અંબાની સાથે અને ગૌતમ અદાણીએ પણ હાજરી આપી હતી.
- જયના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવાનુ નક્કી કર્યુ હતુ પણ એ જ સમયે બીજેપીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય મળ્યો હોવાથી આ સમારંભ ખૂબ સાદાઈથી ઉજવાયો.. બીજેપીને દિલ્હીમાં 70માંથી 3 જ સીટ મળી હતી. ચૂંટણીનુ પરિણામ જયના લગ્નના દિવસે જ આવ્યુ હતુ.
- જય અને રિષિતાની શાહને એક પુત્રી છે જેનો જન્મ 2017માં થયો.