Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ કાર્યાલય અને સ્વાગત પોર્ટલની નવી અદ્યતન વેબસાઈટ લોન્ચ કરી

Webdunia
સોમવાર, 25 ડિસેમ્બર 2023 (15:35 IST)
Chief Minister Bhupendra Patel launched new advanced website of CM Office and Swagat Portal

 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023 આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલીવરીથી ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે. બોટમ ટુ ટોપ એપ્રોચ સાથે કામગીરી કરીને રાજ્ય સરકારે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો માટે લોકો સુધી પહોંચવા માટેના કર્તવ્ય ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે.આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ નવા ઇનિશિએટિવ્ઝ અંતર્ગત પહેલ સીએમ કાર્યાલયની અપડેટ વેબસાઈટ, સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઈટ અને સીએમ ડેશબોર્ડના નવા શરૂ કરાયેલા બે પેરામીટર્સનું લૉન્ચિંગ કર્યું હતું. સીએમ કાર્યાલયની આ નવી વેબસાઈટ સરળ નેવિગેશન, સહજ એક્સેસ, મોબાઈલ રિસ્પોન્સિવ પેજીસ, સમાચાર તથા પ્રેસ રિલીઝનું સરળ શેરિંગ, ફોટો-વીડિયો માટે સરળ વોલ સહિતની ઘણી સુવિધાઓથી સભર છે. તેના પરથી હવે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પ્રત્યેક પોસ્ટ  જોવા મળી શકશે. તેમજ રાજ્ય સરકારના અગત્યના નિર્ણયોની માહિતી નવી વેબસાઈટના હોમ પેજ પરથી જ મળી રહેશે.સ્વાગત કાર્યક્રમની અદ્યતન વેબસાઈટમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નિયત સમય મર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આપોઆપ અરજી ઉપરી અધિકારીને તબદીલ થાય છે. અરજીના ઝડપી નિકાલ તથા મોનીટરીંગ માટે ઓટો એસ્કલેશન મેટ્રિક્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત  સીએમ ડેશબોર્ડને વધુ અસરકારક બનાવવા રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦ તથા ડિપાર્ટમેન્ટ પર્ફોર્મન્સ એલર્ટ મોનિટરીંગ સિસ્ટમ દાખલ કરાયાં છે. રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦ જિલ્લા અધિકારીઓનું પાંચ મુખ્ય સેક્ટર્સમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ પર્ફોર્મન્સ એલર્ટ મોનિટરીંગ સિસ્ટમથી વિભાગના મંત્રીઓ અને સચિવોને વિભાગની પ્રજાલક્ષી યોજનાઓની લક્ષ્ય સિદ્ધિઓ, ક્યાં કચાસ રહી ગઈ, ક્યાં વિશેષ કાર્યને અવકાશ છે વગેરે માહિતીનું સતત અપડેટ આપશે.ગુડ ગવર્નન્સ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ એમઓયુ થયાં હતા. જેમાં એનએફએસયુ અને મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, એમનએફ એસયુના અને સીએમ. ડેશબોર્ડ તથા વાધવાની ફાઉન્ડેશન અને મુખ્યમંત્રી કાર્યાલયના એડમિન એકમ વચ્ચે વિવિધ વહીવટી પ્રક્રિયા સરળ કરવા અંગે એમઓયુ થયા હતા

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Children’s Day Best Wishes: બાળ દિવસ પર મોકલો આ પ્રેમભરી સહાયરીઓ અને કોટસ, બાળકોને જીવન જીવવાના પાઠ શીખવશે આ મેસેજ

છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયા માટે હીરો બન્યો આ ઘાતક બોલર, રોમાંચક મેચમાં આફ્રિકાને હરાવ્યું

IPS બનવાની જીદમાં છોડી ડૉક્ટરની ટ્રેનીંગ, પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી UPSC પરીક્ષા, જાણો IPS તરુણા કમલની સ્ટોરી

બાળ દિવસ પર ભાષણ - Speech on Children's Day in Gujarati

Inflation hit છુટક મોંઘવારી છેલ્લા 14 મહિનાની ટોચે પહોંચી

આગળનો લેખ
Show comments