Festival Posters

જામનગરના ઉમેદવાર જે.પી. મારવીયાએ સોગંદનામાં ઉપર પક્ષપલટો નહિ કરે તેવી બાહેંધરી આપી

Webdunia
શુક્રવાર, 3 મે 2024 (22:17 IST)
Jamnagar candidate J.P. Marwiya gave an oath not to defect
 ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીથી શરૂ કરીને લોકસભાની ચૂંટણી સુધીમાં અસંખ્ય કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ ગયાં છે. તે ઉપરાંત પૂર્વ સાંસદ અને ધારાસભ્યો પણ કેસરિયા કરી ચૂક્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવેલા પાંચ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા હતાં અને ત્યાર બાદ ભાજપે તેમને પેટાચૂંટણીની ટીકિટ આપી છે. આ પ્રકારના પક્ષપલટા થવાથી જનતામાં પક્ષ અને ઉમેદવાર પર વિશ્વાસ ઉઠી જતો હોય છે અને જનતા સાથે ઉમેદવાર ગદ્દારી કરતો હોવાની અનેક ટીપ્પણીઓ થતી હોય છે. ત્યારે જામનગર બેઠક પર ચૂંટણી લડતાં કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાએ સોગંદનામું કરીને કહ્યું છે કે, જનતા મને જીતાડશે તો હું પાંચ વર્ષ સુધી પક્ષપલટો નહીં કરુ અને રાજીનામું પણ નહીં આપું. 
J.P. Marwiya
કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયાએ શું કહ્યું સોગંદનામામાં
હું વર્ષ 2024ની લોકસભાની ચુંટણીમાં જામનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસપક્ષ માંથી ઉમેદાવારી કરી રહ્યો છુ. જેથી હું મારા લોકસભાના તમામ મતદારોને સંપૂર્ણ ખાત્રી અને ભરસો આપું છું કે, હું વર્ષ 2024ની લોકસભાની ચુંટણીમાં વિજય બનીશ તો હું પાંચ વર્ષ સુધી પક્ષ પલટો કરી અન્ય કોઈ પણ પક્ષમાં જોડાઈશ નહી કે હું રાજીનામું પણ નહિ આપું અને મતદાતાઓ સાથે વિશ્વાસઘાત પણ નહિ કરું.હું સંસદના પ્રથમ સત્રમાં જ ખેડૂતોના ખેત પેદાશોની એમ.એસ.પી. ભાવે જ ખરીદી થાય તેવી જોગવાઈઓ કરવા માટે એમ.એસ.પી. ગેરંટી આપતો કાયદો બનાવવા માટે હું સંસદમાં મુદ્દો રાખીશ અને જો અન્ય કોઈ પણ સાંસદ દ્વારા આવા કોઈ પણ એમ.એસ.પી. ગેરેંટી ના કાયદાના ખરડા કે બીલને સંસદમાં પસાર કરવાની માંગણી કરવામાં આવશે કે બીલ કે ખરડો પસાર કરવામાં આવશે તો તેમાં પણ હું મારું સંપૂર્ણ સમર્થન આપીશ અને આવા બીલના સમર્થનમાં મારો વોટ આપીશ. ખેડૂતોના દેવા માફી માટેના ખરડાના બીલને લાવીશ તેમજ અન્ય કોઈ પણ સાંસદ દ્વારા આવા કોઈ પણ દેવામાફીના ખરડા કે બીલને સંસદમાં પસાર કરવાની માંગણી કરવામાં આવશે કે બીલ કે ખરડો પસાર કરવામાં આવશે તો તેમાં પણ હું મારું સંપૂર્ણ સમર્થન આપીશ અને આવા બીલના સમર્થન માં મારો વોટ આપીશ.
 
ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજોએ રાજીનામા આપીને કેસરિયા કર્યા છે
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ સામેલ છે. અમરેલીમાં આહિર સમાજના અગ્રણી અંબરીશ ડેરે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ સિવાયના નેતાઓની વાત કરીએ તો આપના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ પણ રાજીનામા આપી દીધા છે. આ તમામ નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ચાર રાજીનામા પડ્યા પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થઈ ગયું છે, તો આપ પાસે હવે ચાર ધારાસભ્ય છે. આ સાથે જ ગુજરાત વિધાનસભામાં 182 ધારાસભ્યો પણ ઘટીને 176 થઈ ગયા છે. આ રાજીનામા પછી ખાલી પડેલી ઉપરોક્ત છ બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબીટીસનાં દર્દીઓ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, ભૂલથી પણ ન લગાડશો હાથ, નહી તો જઈ શકે છે જીવ

World Television Day: જાણો વિશ્વ ટેલિવિઝન દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને ભારતમાં ટીવી સાથે સંબંધિત શું છે ઇતિહાસ

શિયાળાની મજા બમણી થઈ જશે, બસ ઘરે બજારની જેમ રામ લાડુ બનાવો અને ખાઓ, રેસીપી નોંધી લો

આયુર્વેદમાં કેન્સર સામે લડનારી વસ્તુઓ કઈ છે? Cancer નાં સંકટને કેવી રીતે દૂર કરી શકાય?

Swastik in bridal suitcase - દુલ્હન સાસરે સૂટકેસમાં તેના કપડાં મૂકતા પહેલા શા માટે સ્વસ્તિક બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બાયપાસ

ગુજરાતી જોક્સ - કેમ નથી કહેતા

Sonam Kapoor Second Pregnancy નુ કર્યુ એલાન, ખુશીથી ઝૂમી ઉઠ્યા પતિ આનંદ આહુજાનુ રિએક્શન થયુ વાયરલ

અમદાવાદમાં આગામી 5મી ડિસેમ્બરે યોજાશે Ruhaniyat, કલાકારોની કલા દર્શકોને કરશે અભિભૂત

ગુજરાતી જોક્સ -પૈસા નથી”

આગળનો લેખ
Show comments