Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2023: શારદીય નવરાત્રીમાં શુ કરવુ શુ ન કરવુ

Webdunia
બુધવાર, 11 ઑક્ટોબર 2023 (12:42 IST)
navratri
Shardiya Navratri 2023: હિન્દુ ધર્મમાં નવરાત્રિના તહેવારનુ વિશેષ મહત્વ છે. મોટેભાગે લોકો તેની તૈયારીઓ મહિનાઓ પહેલાથી જ કરવી શરૂ કરી દે છે. નવરાત્રીનો આ તહેવાર વર્ષમાં બે વાર આવે છે, જે પુરા નવ દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન નવ દેવીઓની પૂજા કરવામાં આવે છે.  મા દુર્ગાને સમર્પિત આ તહેવાર બધા પર કૃપા વરસાવે છે. સાથે જ આપણા જીવનની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. વર્ષની બીજી નવરાત્રિ જેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે એ જલ્દી શરૂ થવા જઈ રહી છે.  હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનુ વિશેષ મહત્વ છે. આ  અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શરૂ થાય છે.  આ વખતે રવિવાર 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થશે. 24 ઓક્ટોબરે દશેરાનો તહેવાર ઉજવાશે. આ તહેવાર મા અંબેની પૂજા આરાધાન માટે સમર્પિત છે. જો કે આ દરમિયાન કેટલાક ભક્તો એવી ભૂલ કર એ છે જેનાથી પાછળથી પછતાવુ પડે છે. તો ચાલો આજે જાણીએ કે નવરાત્રીમાં શુ કરવુ શુ ન કરવુ જેનાથી દેવી સદૈવ તમારા પર પ્રસન્ન રહે.   
 
નવરાત્રીના  દિવસોમાં શું કરવું 
 
1. દરરોજ મંદિર જવું - નોરતામાં દરરોજ માતાજીના મંદિરમાં જઈને, માતાજીનું  ધ્યાન કરવું જોઈએ અને આપણા પરિવારની ખુશી માટે પ્રાર્થના માતાજીને  કરવી જોઈએ. 
 
2. દેવીને જળ ચઢાવવું - શાસ્ત્ર કહે છે કે દરરોજ સાફ જળ, નવરાત્રીમાં માતાજીને અર્પિત કરવામાં આવે તો આ કાર્યથી માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
3. ઉઘાડા પગે રહેવું અને સ્વચ્છ કપડાનો પ્રયોગ કરવો - જો  તમે ઘરમાં  જ રહો છો અને બહાર નથી જતા છે તો તમે સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉઘાડા પગે રહેવું જોઈએ. સાથે જ સાફ અને પવિત્ર કપડાનો પ્રયોગ દરેક માણસે કરવો જોઈએ. 
 
4. નવ દિવસ સુધી વ્રત રાખો. 
આજે આ વાત વિજ્ઞાન પણ માને છે કે માણસ જો ઉપવાસ રાખે તો આ કાર્યથી શરીરની સફાઈ થઈ જાય છે. બીજી તરફ ભક્તિની નજરે પણ ઉપવાસ ખૂબ મહ્ત્વપૂર્ણ  છે. આજે કળયુગમાં ઉપવાસ એક રીતની તપસ્યા છે. 
 
5. નવ દિવસ સુધી દેવીના ખાસ શ્રૃંગાર કરવા 
નવરાત્રમાં માણસે નવ દિવસ સુધી દેવી માતાજીનો ખાસ શ્રૃંગાર કરવો જોઈએ. શ્રૃંગારમાં માતાના વસ્ત્ર , ફૂલોની માળા,હાર અને નવા વસ્ત્રોથી માતાજીના શ્રૃંગાર કરાય છે.  
 
6. અષ્ટમી પર ખાસ પૂજન અને કન્યા ભોજન કરાવવું 
માતાજીના આઠમના દિવસે માતાજીની ખાસ પૂજાના આયોજન કરવું શુભ જણાવ્યા છે. આ પૂજા માટે કોઈ બ્રાહ્મણની મદદ લેવાય તો ઉત્તમ રહે છે અને જો બ્રાહ્મણ ના હોય તો પોતે , માતા સ્ત્રોત અને ધ્યાન પાઠ કરવા જોઈએ. 
 
7. માતાની અખંડ જ્યોત પ્રગટાવો. 
નોરતામાં માતાજીની અખંડ જ્યોત જો ગાયાના દેશી ઘી થી  પ્રગટાવવામાં આવે  તો માતાજી ખૂબ પ્રસન્ન થાય  છે. પણ જો ગાયનું  ઘી નથી તો બીજા ઘીથી માતાની અખંડ જ્યોતિ પૂજા સ્થાન પર જરૂર પ્રગટાવવી જોઈએ. 
 
8. બ્રહ્મચર્ય વ્રતનું  પાલન કરવુ  
નોરતામાં એક વાતનું  ખાસ ધ્યાન બધાને રાખવુ  જોઈએ. જો તમે વ્રત કરો કે નહી પણ આ નવ દિવસોમાં દરેક માણસે બ્રહ્મચર્ય વ્રતના પાલન કરવું જોઈએ. 
 
નવરાત્રિના દિવસોમાં શું ન કરવું 
 
1. વઘાર ન લગાવશો  
ઘરમાં જો કોઈ માણસ વ્રત ના રાખે તો પણ એના માટે પણ વઘાર વગરનું  ભોજન બનાવવુ  જોઈએ. નવ દિવસ સુધી વઘારનો  પ્રયોગ ન કરવો. 
 
2. લસણ-ડુંગળીના પ્રયોગ કરવો નહી
નવરાત્રમાં ઘરમાં લસણ-ડુંગળીના પ્રયોગ કરવો જોઈએ નહી. 
 
3. દાઢી , નખ અને વાળ ન કાપવા 
નવરાત્રમાં માણસેને નખ , દાઢી અને વાળ ન કાપવા  જોઈએ. 
 
4. માંસ મદિરાના પ્રયોગ કરવો જોઈએ નહી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવું કામ કરે છે આ કાળું ફળ, બીજથી લઈને પાંદડા પણ છે ઉપયોગી

વેજ પુલાવ રેસીપી

મેષ રાશિ છોકરી નામ/ અ લ ઈ પરથી નામ girl

Mother’s Day 2025: તમારી માતાને ખુશ કરવા માટે આ ભેટો આપો, તેમનો દિવસ ખાસ બનશે

લોભના ફળ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments