Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાએ સ્ટિયરિંગ સંભાળ્યું, 24 લોકોના જીવ બચાવ્યા: ચાલતી બસમાં ડ્રાઇવરને વાઈ થયો, સફર કરતી યોગિતા સાતવ ખાઈમાં પડતા બચાવી હતી

Webdunia
રવિવાર, 16 જાન્યુઆરી 2022 (12:48 IST)
એક મહિલાએ પોતાની ચપળતાથી બે ડઝન લોકોના જીવ બચાવ્યા. પુણેમાં રોડ પર એક સ્પીડિંગ બસના ડ્રાઈવરને અચાનક એપિલેપ્ટિક એટેક આવતા ડ્રાઈવર ૧નીચે પડી ગયો જેનાથી બસ બેકાબૂ થઈ, ખાઈમાં પડતી બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ ઝડપથી સ્ટિયરિંગ સંભાળ્યું અને બસમાં સવાર લગભગ 24 લોકોનો જીવ બચાવ્યો. મહિલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે બસ ચલાવતી જોવા મળી રહી છે.
 
ડ્રાઈવરને પણ હોસ્પિટલ લઈ જવાયો હતો
બહાદુરીનું આ પરાક્રમ પુણેની રહેવાસી યોગિતા ધર્મેન્દ્ર સાતવે કરી બતાવ્યું છે. યોગિતાએ બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા એટલું જ નહીં પરંતુ તેના ડ્રાઈવરને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. યોગિતાએ કહ્યું કે હું કાર કેવી રીતે ચલાવવી તે જાણતી હતી, પરંતુ મેં ક્યારેય બસ ચલાવી નથી. ડ્રાઈવર અને અન્ય મુસાફરોનો જીવ જોખમમાં જોઈને મેં તેમને સાઈડમાં કર્યા અને પછી બસની કમાન મારા હાથમાં લઈને ડ્રાઈવરને પહેલા નજીકના ગામ અને અન્ય મુસાફરોને ગંતવ્ય સ્થાને લઈ ગયા.
 
ડ્રાઈવરને સમયસર હોસ્પિટલ લઈ જવાયો હતો
મળતી માહિતી મુજબ, 7 જાન્યુઆરીના રોજ પુણેના વાઘોલીની 23 મહિલાઓનું એક જૂથ શિરુર તાલુકાના મોરાચી ચિંચોલીમાં ફરવા ગયું હતું. ત્યારે અચાનક આ ઘટના બની હતી. આ સ્થિતિમાં યોગિતાએ જે રીતે બસની કમાન સંભાળી અને ડ્રાઈવર અને અન્ય મહિલાઓનો જીવ બચાવ્યો, તેના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. યોગીતા પોતે બસને બાજુના ગામમાં લઈ આવી. અહીં ડ્રાઇવરને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હાલ તેમની તબિયત સારી છે અને ડોક્ટર્સનું કહેવું છે કે તેમને જલ્દીથી રજા આપવામાં આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments