Dharma Sangrah
✕

Woman passenger molested in flight - ફ્લાઈટમાં મહિલા મુસાફરની સાથે થઈ ગંદી વાત

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2024 (15:44 IST)
ગોવા પોલીસે દાબોલિમ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેના પર ફ્લાઈટમાં મહિલા મુસાફરની છેડતી કરવાનો આરોપ છે. આ ઘટના મંગળવારે બની હતી. તે દિવસે, સવારે 11 વાગ્યે, એર ઈન્ડિયાની ફ્લાઈટ ગોવા માટે રવાના થઈ, જે બપોરે 1:20 વાગ્યે પણજી એરપોર્ટ પર લેન્ડ થવાની હતી.
 
ફ્લાઈટ દરમિયાન એક મુસાફરે મહિલા મુસાફરની છેડતી કરી હતી.
મહિલા મુસાફરે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ હરિયાણાના પાણીપતના રહેવાસી જિતેન્દ્ર જાંગિયન તરીકે થઈ છે. પ્રાપ્ત સમાચાર અનુસાર, દિલ્હીના જનકપુરીની રહેવાસી 28 વર્ષીય મહિલાએ મંગળવારે પણજી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
 
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે મુસાફરી દરમિયાન આરોપી જીતેન્દ્ર તેની સીટ પાસે બેઠો હતો. જ્યારે તે ફ્લાઈટમાં બ્લેન્કેટ નીચે સૂવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે જિતેન્દ્રએ તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો મહિલાને લાગ્યું કે કદાચ આવું ભૂલથી થયું હશે, પરંતુ બાદમાં તેને સમજાયું કે આવું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફટાકડાના ધુમાડાથી આંખોને બચાવો, આંખોમા લાલાશ, દુ:ખાવો અને પાણી આવવાને અવગણશો નહી, આ રીતે કરો દેખરેખ

10 Special sweets for Diwali- દિવાળી માટે 10 મીઠાઈ ની રેસિપી

દિવાળી ડિનર માટે બનાવો આ 4 શાહી વાનગીઓ, પરિવાર અને મહેમાનોને આવશે મજા

Colorful Coconut Rolls- કલરફુલ નારિયેળની બરફી રોલ

Diwali Rangoli Designs- દિવાળી માટે સુંદર અને આકર્ષક રંગોળીની ડિઝાઇન

વધુ જુઓ..

મનોરંજન

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

આગળનો લેખ
Show comments