Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણ છે Shantanu Naidu, જે વૃદ્ધાવસ્થામાં બન્યા રતન ટાટાનો સહારો, દરેક સ્થાને જોવા મળતા આ યુવાનની નેટવર્થ શું છે જાણો

Webdunia
ગુરુવાર, 10 ઑક્ટોબર 2024 (23:10 IST)
Shantanu Naidu Net Worth: ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ અને દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા(Ratan Tata)  હવે આ દુનિયામાં નથી. તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ એક ઉદ્યોગપતિ હતા જેમનો કદાચ કોઈ દુશ્મન નહોતો. તેઓ અજાતશત્રુ હતા. તેમની સાથે હંમેશા એક નાનો અને પાતળો યુવાન હંમેશા જોવા મળતો હતો. શું તમે જાણો છો તે કોણ છે એ યુવક જેમની સાથે રતન ટાટા પણ હંમેશા ચર્ચા કરતા જોવા મળતા ?  
 
 
કોણ છે શાંતનુ નાયડુ?
 
અમે જે પાતળા યુવકની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે શાંતનુ નાયડુ. તેઓ રતન ટાટાના સહાયક રહી ચૂક્યા છે. માત્ર 31 વર્ષના શાંતનુ માં કોઈએ તો  ખાસ વાત હશે કે પીઢ ઉદ્યોગપતિ રતન ટાટા તેમની સાથે સમય વિતાવતા હતા. જો જોવા જઈએ તો  રતન ટાટાનો 31 વર્ષીય શાંતનુ નાયડુ સાથે ખાસ સંબંધ છે. જોકે, રતન ટાટાનો તેની સાથે કોઈ પારિવારિક સંબંધ નથી.
 
આ રીતે જોડાયા રતન ટાટા સાથે  
શાંતનુ નાયડુ ટાટા ટ્રસ્ટના ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. રતન ટાટા પણ તેમની પ્રતિભાથી પ્રભાવિત થયા હતા. એટલા માટે રતન ટાટાએ પોતે ફોન કરીને કહ્યું કે તમે મારા આસિસ્ટન્ટ બનશો. આ પછી, તેઓ વર્ષ 2022 માં રતન ટાટાની ઓફિસમાં જીએમ બન્યા. શાંતનુ નાયડુ મુંબઈના રહેવાસી છે. શાંતનુ નાયડુનો જન્મ 1993માં પુણે, મહારાષ્ટ્રમાં થયો હતો. શાંતનુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે રતન ટાટાને બિઝનેસ ટિપ્સ આપતા હતા.
 
 
નાયડુની ખૂબ પ્રસિદ્ધિ 
શાંતનુ નાયડુ એક બિઝનેસમેન, એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ, ડીજીએમ, સોશિયલ મીડિયા પ્રભાવક, લેખક અને ઉદ્યોગસાહસિક તરીકે દેશભરમાં પ્રસિદ્ધ છે. શાંતનુ નાયડુએ બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં એક એવું સ્થાન હાંસલ કર્યું છે જે ઘણા લોકો માટે હંમેશા સપનું હોય છે. એટલા માટે તેઓ તેમના અંતિમ દિવસોમાં રતન ટાટાના સાથી બન્યા હતા.
 
ટાટા ટ્રસ્ટમાં ક્યારથી?
 
લિન્ક્ડઈન પ્રોફાઇલ મુજબ શાંતનુ ટાટા ટ્રસ્ટમાં જૂન 2017 થી કામ કરી રહ્યા છે. આ ઉપરાંત નાયડુએ Tata Elxsiમાં ડિઝાઇન એન્જિનિયર તરીકે પણ કામ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. એકવાર તેમણે ફેસબુક પર રખડતા કૂતરા માટે રિફ્લેક્ટરથી બનેલા ડોગ કોલર વિશે લખ્યું. આ રિફ્લેક્ટરના કારણે ડ્રાઇવરો તેમને મુંબઈના રસ્તાઓ પર જોઈ શકે છે. આ પોસ્ટ વાંચીને રતન ટાટાએ તેમને મીટિંગ માટે બોલાવ્યા. બસ તેઓ ગમી ગયા ગમ્યું.  ત્યારબાદ તેમણે મે 2022 થી રતન ટાટા સાથે કામ કરવાનું શરૂ કર્યું.
 
પ્રાણીઓ પ્રત્યે પ્રેમ બન્યો  કારણ
 
રતન ટાટા સાથે શાંતનુ નાયડુની અસંભવિત મિત્રતા પ્રાણીઓ પ્રત્યેના તેમના સહિયારા પ્રેમને કારણે ખીલી હતી. બંને 2014 માં મળ્યા હતા, જ્યારે નાયડુએ રખડતા કૂતરાઓને રાત્રે કાર દ્વારા અથડાતા બચાવવા માટે રિફ્લેક્ટિવ કોલર બનાવ્યા હતા. તેમની પહેલથી પ્રભાવિત થઈને ટાટા સન્સના માનદ અધ્યક્ષે નાયડુને તેમના માટે કામ કરવા આમંત્રણ આપ્યું.
 
શું છે નેટ વર્થ 
 
શાંતનુએ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેણે ત્યાંથી MBA કર્યું છે. ટાટા ગ્રુપમાં તેઓ એકલા જ કામ કરતા નથી. ખરેખર, શાંતનુ નાયડુ ટાટા ગ્રુપમાં કામ કરનાર પાંચમી પેઢી છે. અમેરિકાથી અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે ટાટા ગ્રુપમાં કામ કરવાનું પસંદ કર્યું. તેમની નોકરી ઉપરાંત, તેઓ ગુડફેલોના માનદ સભ્ય પણ છે. તે વરિષ્ઠ નાગરિકોને વ્યાપક સહાય પૂરી પાડે છે. કહેવાય છે કે આ કંપનીની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે.
 
 
જાણીતા ગીતકાર ગુલઝારે આજે તેમના X હેન્ડલ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે રતન ટાટાની અંતિમ યાત્રામાં સૌથી આગળ  બાઇક ચલાવનારા શાંતનુ નાયડુ જ હતા.  ગુલઝાર લખે છે, "આ દેશને હંમેશા તમારા પર ગર્વ રહેશે. તમે યુવાનો માટે પ્રેરણાના સ્ત્રોત છો અને દરેક વ્યક્તિમાં તમારા જેવી સેવા, સાદગી, સહજતા અને સરળતા હોવી જોઈએ. રતન ટાટા જીને નમ્ર શ્રદ્ધાંજલિ."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments