સુરક્ષાબળોને આજે મોટી સફળતા મળી છે. કુખ્યાત માઓવાદી કમાંડર માંડવી હિડમા (43) ને સુરક્ષાબળોએ આંધ્ર પ્રદેશમાં ઠાર કર્યો છે. હિડમા એ જ દહેશતનુ નામ છે જેના પર ઓછામાં ઓછા 26 મોટા હુમલાના માસ્ટરમાઈંડનો આરોપ હતો. 43 વર્ષીય હિડમાં7 2013 ના દરભા ઘાટી નરસંહાર અને 2017નો સુકમા હુમલા સહિત ઓછામા ઓછા 26 સશસ્ત્ર હુમલાનો જવાબદાર હતો.
આધ્રપ્રદેશ પોલીસે એક અભિયાનમાં માડવી હિડમા અને 5 અન્ય માઓવાદીઓને ઠાર કરવામા આવ્યા છે સુરક્ષાબળોએ તેને અલ્લૂરી સીતારામ રાજુ (ASR)જીલ્લાના મારેદુમિલ્લીમાં ઠાર કર્યો છે
1981 માં છત્તીસગઢના સુકમાના પુર્વર્તી વિસ્તારમાં હિડમાનો જન્મ થયો તે PLGA બટાલિયન નંબર 1 પ્રમુખ બન્યો હતો અને સીપીઆઈ (માઓવાદી) 1 નો પ્રમુખ બન્યો હતો અને સીપીઆઈ(માઓવાદી) ની કેન્દ્રીય સમિતિનો સૌથી ઓછી વયનો સભ્ય રહ્યો.
હિડમા પર રૂ. 1 કરોડનું ઈનામ હતું.
સૂત્રો સૂચવે છે કે હિડમાની બીજી પત્ની, રાજે, ઉર્ફે રાજાક્કા, પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં માર્યા ગયા હતા. હિડમા, ઉર્ફે સંતોષ, PLGA બટાલિયન નંબર 1 ના વડા હતા, જે સૌથી ઘાતક માઓવાદી હુમલો યુનિટ માનવામાં આવે છે. તે બસ્તર પ્રદેશમાંથી CPI (માઓવાદી) સેન્ટ્રલ કમિટીના એકમાત્ર આદિવાસી સભ્ય હતા. તેમના પર ₹1 કરોડનું ઈનામ હતું.
હિડમા કયા હુમલાઓ માટે જવાબદાર હતો?
2010 માં દાંતેવાડા હુમલો: 76 CRPF જવાનો શહીદ
2013 માં ઝીરામ ખીણ હત્યાકાંડ: કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27 લોકો માર્યા ગયા
2021 સુકમા-બીજાપુર હુમલો: 22 સુરક્ષા કર્મચારીઓ શહીદ
વધુમાં, તેમણે વર્ષોથી બસ્તરમાં કેટલાક સૌથી ઘાતક માઓવાદી ઓપરેશનનું નેતૃત્વ કર્યું. સુરક્ષા એજન્સીઓ હિડમાના મૃત્યુને બસ્તરમાં માઓવાદી નેટવર્ક સામે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા માની રહી છે.
DGP એ ઓપરેશન વિશે શું કહ્યું?
આંધ્રપ્રદેશના ડીજીપી હરીશ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, "અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમિલીમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટર સવારે 6 થી 7 વાગ્યાની વચ્ચે થયું હતું. આ એન્કાઉન્ટરમાં એક ટોચના માઓવાદી નેતા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા હતા. હાલમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે."