Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સ્વદેશી કોરોના વેક્સીનને લઈને બિગ ન્યુઝ, ભારત બાયોટેકના કોવેક્સિનને WHOની મળી મંજૂરી

સ્વદેશી કોરોના વેક્સીનને લઈને બિગ ન્યુઝ, ભારત બાયોટેકના કોવેક્સિનને WHOની મળી મંજૂરી
, બુધવાર, 3 નવેમ્બર 2021 (18:15 IST)
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપે(Technical Advisory Group) બુધવારે ભારત બાયોટેકની એન્ટી-કોરોના રસી કોવેક્સિન(Covaxin) ને ઈમરજન્સી યુઝ લિસ્ટ (EUL)માં સામેલ કરી છે. WHO એ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે Covaxin ના ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી આપી છે.
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જે લોકો કોવેક્સિન ક્સીન લગાવી ચૂક્યા છે તેઓ કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકશે. WHO દ્વારા અત્યાર સુધીમાં કોવેક્સિનને છોડીને અત્યાર સુધી  6 રસીઓ મંજૂર કરવામાં આવી છે. આમાં ફાઈઝર/બાયોએનટેક ની કોમિરનેટી, એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ, જોનસન એંડ જોનસનની વેક્સીન, મોર્ડનની એમઆરએનએ mRNA-1273, સીનોફાર્મની BBIBP-CorV અને સિનોવાકની કોરોનાવેકનો સમાવેશ થાય છે.

તાજેતરમાં જી-20ની બેઠકમાં ઇટાલીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના વડા ડો. એંતોનિયો ગુતારેસ સાથે કોવેક્સિનની મંજૂરી અંગે ચર્ચા કરી હતી. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ભારત આવતા વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સિનનો 5 અબજ ડોઝ તૈયાર કરે તેવી શક્યતા છે.
 
અગાઉ WHOની સમિતિએ 26 ઓક્ટોબરે કોવેક્સિન અંગે બેઠક યોજી હતી. તે દિવસે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો, પરંતુ WHOના સભ્યોએ સંકેત આપ્યો હતો કે આગામી બેઠકમાં ઈમરજન્સી મંજૂરી આપી શકાય છે. WHO મેડિસિન અને હેલ્થ પ્રોડક્ટ્સના ADG મેરીએન્જેલા સિમાઓએ કહ્યું હતું કે અમને ભારતની વેક્સિન ઈન્ડસ્ટ્રી પર વિશ્વાસ છે. ભારત બાયોટેક સતત અમને ડેટા પ્રદાન કરી રહ્યું છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્લાસ્ટિકના કચરામાંથી બન્યુ પેટ્રોલ, કિમંત માત્ર 70 રૂ