Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમરિંદર સિંહે કરી નવી પાર્ટીનુ કર્યુ એલાન, નામ હશે 'પંજાબ લોક કોંગ્રેસ', સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

અમરિંદર સિંહે કરી નવી પાર્ટીનુ કર્યુ એલાન,  નામ હશે 'પંજાબ લોક કોંગ્રેસ', સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
, મંગળવાર, 2 નવેમ્બર 2021 (18:24 IST)
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે(Amarinder Singh) મંગળવારે પોતાની નવી રાજકીય પાર્ટીના નામની જાહેરાત કરી છે. સિંહની પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ છે. અમરિંદર સિંહે પણ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે રાજકીય સંઘર્ષ બાદ અમરિંદર સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
 
પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં પૂર્વ મુખ્યમંત્રી દ્વારા નવી પાર્ટીની રચના ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. ગયા અઠવાડિયે, અમરિન્દર સિંહે કહ્યું હતું કે તેમણે પાર્ટીના નામ અને પ્રતીક માટે અરજી કરી છે અને ચૂંટણી પંચની મંજૂરી મળ્યા બાદ તેની જાહેરાત કરશે.
 
અમરિન્દર સિંહે એમ પણ કહ્યું હતું કે જો ત્રણ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોના હિતમાં કોઈ ઉકેલ આવે તેઓ 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે બેઠક કરારની આશા રાખે છે . તેઓ ગયા મહિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા. સપ્ટેમ્બરમાં રાજ્ય સરકારમાંથી બહાર નીકળેલા અમરિન્દર સિંહે કહ્યું હતું કે તેઓ સમાન વિચારધારાવાળા પક્ષો જેવા કે અકાલીઓમાંથી અલગ થયેલા સમૂહોની સાથે ગઠબંધન કરવાનું પણ વિચારી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મારૂતિ ગાડીનુ બુકિંગ શરૂ, માત્ર 11000 આપીને બુક કરાવી લો