Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તીર્થયાત્રા માટે નીકળેલી ટૂરિસ્ટ બસને હાઈવે પર થયો ભયાનક અકસ્માત, 2 મહિલાના મોત

horrific accident punjab
, બુધવાર, 22 મે 2024 (09:19 IST)
આજે સવારે શ્રદ્ધાળુઓથી ભરેલી એક પ્રવાસી બસ હાઈવે પર પાર્ક કરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી, જેમાં બે મહિલાઓના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે ઈન્દોરના કેટલાક લોકો આ પ્રવાસી બસમાં ધાર્મિક તીર્થસ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા, પરંતુ પંજાબના લુધિયાણામાં બુધવારે સવારે બસ હાઈવે પર ઉભેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. જેમાં 2 મહિલાઓના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા જે બાદ ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
 
પ્રારંભિક તપાસ અનુસાર, કેદારનાથ ધામના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ રાત્રે હરિદ્વારથી અમૃતસર માટે રવાના થયા હતા. લુધિયાણાના ચેહલાન ગામ પાસે હાઇવે પર એક તૂટેલી ટ્રોલી ઉભી હતી. અચાનક બસ ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ અને બસ ટ્રોલી સાથે અથડાઈ. અકસ્માત બાદ આસપાસના ગામોના લોકોએ લોહીથી લથપથ ભક્તોને બસમાંથી બહાર કાઢ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Inflation :દાળના ભાવને કારણે આગામી 5 મહિના સુધી તમારા રસોડાના બજેટ પર અસર થવાની છે