Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદી આજે અમદાવાદમાં કરશે મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન

Webdunia
સોમવાર, 4 માર્ચ 2019 (10:32 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. પીએમ મોદી ગુજરાતને અનેક મોટી યોજનાઓની ભેટ આપાહે. જેમા મેટ્રો ટ્રેનનુ ઉદ્ધઘાટન પણ સામેલ છે. પીએમ મોદી અમદાવામાં મેટ્રો ટ્રેનનુ ઉદ્ધઘાટન કરશે.  આ ઉપરાંત નરેન્દ્ર મોદી આજે જાસપુરમાં પાટીદાર એન્વાયરમેન્ટ હબનું ભૂમિપૂજન કરવાના છે. બે દિવસના પ્રવાસમાં પીએમ મોદી ગુજરાતમાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદીના આગમન કારણે ગુજરાતમાં સમુદ્રી અને જમીન બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
 
પીએમ મોદીનો બે દિવસનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે 
 
પીએમ મોદીનો 4 માર્ચનો કાર્યક્રમઃ સવારે 11.30 કલાકે પીએમ જામનગર પહોંચશે. પીએમ મોદી 750 પથારીની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. બાદમાં સૌની પ્રોજેકટનું પણ ઉદ્ઘાટન કરશે. જામનગરમાં જનસભાનું પણ સંબોધન કરશે. બપોર પીએમ જામનગરથી રવાના થઇ અમદાવાદ પહોંચશે જ્યાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે. બાદમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચશે અને ત્યાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે. મેટ્રોમાં સવારી કરી પીએમ મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કરશે અને ત્યાં 1200 પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. બાદમાં મોદી આયુષમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યાર બાદ પીએમ મોદી ગાંધીનગર ખાતે રાત્રી રોકાણ કરશે.
 
પીએમ મોદીનો 5 માર્ચનો કાર્યક્રમઃ પીએમ મોદી સવારે 10 કલાકે અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે. 11.30 કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત કરશે. જનસભાને સંબોધન પણ કરશે. બપોરે અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દોર જવા રવાના થશે.
 
ટ્રાફિક માટે આજે કયા વૈકલ્પિક રૂટ અપનાવવા પડશે ? 
 
સૌરાષ્ટ્રથી આવતા વાહનો શાંતિપુરા રિંગરોડ સર્કલથી સનાથલ સર્કલથી અસલાલી રિંગરોડથી હાથીજણ રિંગરોડથી નાના ચીલોડા રિંગરોડ તરફ આવ-જા કરી શકશે.
 
ઉ.ગુજરાત, મ. ગુજરાતથી આવતા વાહનો નાના ચીલોડા સર્કલથી દહેગામ રિંગરોડ સર્કલથી હાથીજણ રિંગરોડ સર્કલથી અસલાલી રિંગરોડ સર્કલથી સનાથલ સર્કલ તરફ આવ-જા કરી શકશે.
 
ખોડિયાર બ્રિજ ગાંધીનગરથી આવતા ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનો વૈષ્ણદેવી મંદિર પહેલા નાકેથી ત્રાગડ ગામ રિંગરોડ અંડરપાસનો ઉપયોગ કરી ર્સિવસ રોડથી વૈષ્ણોદેવી સર્કલથી એસજી હાઇવે તરફ જશે. પાર્કિંગ માટે અમદાવાદ શહેર, એસજી હાઇવેથી કાર્યક્રમમાં જનારા નાના ફોર વ્હિલર વાહનો વૈષ્ણદેવી સર્કલથી ડાબી બાજુ ર્સિવસ રોડ પર વળી સરદારધામ નીચેના ગરનાળામાં પાર્કિંગ પ્લોટમાં જવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Happy Labh Panchami 2024 Wishes and Quotes in Gujarati - લાભ પાંચમી પર મિત્રોને મોકલો આ શુભેચ્છા સંદેશ, ગણેશજી સાથે કૃપા વરસાવશે દેવી લક્ષ્મી

જ્યારે મક્કા અને મદીનામાં હિન્દુ નથી જતા તો મુસ્લિમો કુંભમાં કેમ જવુ ? એમ. એ. ખાને સંતોની માંગને આવકારી

Maharashtra Election - મુંબઈની આ 25 સીટો પર કોણે કર્યો બીજેપી-શિંદે ગઠબંધનના નાકમાં દમ? લાગી શકે છે મોટો જ ઝટકો

મહારાષ્ટ્રમાં બાગિયોએ વધારી ટેંશન, મહાયુતિ અને MVAના અનેક નેતા નૉટ રિચેબલ

રોહિત શર્માએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું 'હું હવે ટીમ ઈન્ડિયા માટે ઉપલબ્ધ નથી..'

આગળનો લેખ
Show comments