Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Sharad Pawar સાથે વિપક્ષી નેતાઓની મોટી બેઠક, PM Narendra Modi વિરુદ્ધ ત્રીજા મોરચાની તૈયારી ?

Sharad Pawar સાથે વિપક્ષી નેતાઓની મોટી બેઠક,  PM Narendra Modi વિરુદ્ધ ત્રીજા મોરચાની તૈયારી  ?
નવી દિલ્હી. , મંગળવાર, 22 જૂન 2021 (12:18 IST)
વર્ષ 2021ના લોકસભા ચૂંટણી (2024 Lok Sabha Polls) માં હજુ લગભગ 3 વર્ષનો સમય બાકી છે. પણ લગે છે કે વિપક્ષી દળ અત્યારથી જ 2024ની રણનીતિ બનાવવાની કોશિશમાં લાગી ગયુ છે. આવુ એ માટે કારણ કે દિલ્હીમાં આજે એક મોટી રાજનીતિક બેઠક થવા જઈ રહી છે. આ બેઠક એનસીપી અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar) ની સાથે થશે અને તેમા ટીએમસીના ઉપાધ્યક્ષ યશવંત સિન્હા  (Yashwant Sinha) પણ સામેલ થશે. 
 
ત્રીજા મોરચાનો ચેહરો કોણ  ? 
 
આ બેઠકને મોદી વિરોધી મોરચાની રચના સાથે જોડવામાં આવી રહી છે. આ અગાઉ શરદ પવાર ચૂંટણીના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને પણ મળી ચૂક્યા છે. આ સાથે જ સોનિયા ગાંધીએ 24 જૂને કેન્દ્ર સરકારની ઘેરાયેલી મહત્વની બેઠક પણ બોલાવી છે. આજે યોજાનારી બેઠકમાં મોદી વિરોધી મોરચોનો ચહેરો કોણ હશે તે અંગે પણ ચર્ચા થઈ શકે છે.
 
એનસીપીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટીના સુપ્રીમો શરદ પવાર વિપક્ષોને એક કરવાનુ કામ કરી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ મમતા બેનર્જી (Mamata Banerjee) માં આત્મવિશ્વાસ ખૂબ વધી ગયો છે. હવે મમતા બેનર્જી બંગાળની રાજનીતિથી બહાર દિલ્હી સુધી પોતાની રાજકીય શક્તિ લંબાવવા માંગે છે.
 
રાષ્ટ્ર મંચ પરથી તૈયાર થશે 2021 નુ મંચ ? 
 
મમતા ઉપરાંત ટીએમસીનાઉપાધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિંહા પણ મોદી સરકારનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. આજની બેઠક પૂર્વે તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર મંચ રાજનીતિક મંચ નથી, પરંતુ ભવિષ્યમાં આના માધ્યમથી ત્રીજા વિકલ્પની સંભાવના નકારી શકાય નહીં. પૂર્વ ભાજપ નેતાએ 2018 માં રાષ્ટ્રમંચની રચના કરી હતી અને તેમાં મોદી સરકારની નીતિઓને નિશાન બનાવ્યા છે. 
 
યશવંત સિંહાની મુલાકાતના એક દિવસ પહેલા વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીના રણનીતિકાર પ્રશાંત કિશોર પણ શરદ પવારને મળ્યા હતા. પ્રશાંત કિશોર શરદ પવારને એક વાર અગાઉ મળી ચૂક્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે યશવંત સિંહા અને પ્રશાંત કિશોર મમતા બેનર્જીને ત્રીજા મોરચાના ચહેરો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
મમતાને આગળ કરવાની રણનીતિ 
 
છેલ્લા કેટલાક દિવસોમાં મમતા બેનર્જી સાથે સંકળાયેલા બે લોકોની સાથે શરદ પવારની મુલાકાત સામાન્ય ઘટના તો નથી હોઈ શકતી. તેમ છતાં એનસીપીના નેતાઓ આ બેઠકને 2024 ની તૈયારી સાથે જોડવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ તે સંકેત પણ આપી રહ્યા છે કે મોદી સરકાર વિરુદ્ધ મોટી વ્યૂહાત્મક તૈયારીઓ કરવામાં આવી રહી છે.
 
એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું છે કે પવાર મુખ્ય નેતાઓ અને પ્રખ્યાત લોકો સાથે બેઠકનું આયોજન કરશે. મલિકે કહ્યું કે દેશના હાલના માહોલ વિશે ચર્ચા કરવા એક બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ટીએમસી નેતા યશવંત સિંહા, આમ આદમી પાર્ટીના સંજય સિંહ અને ભાકપાના ડી રાજા શામેલ થશે.
 
બેઠકમાં આ લોકો થશે સામેલ 
 
મમતા બેનર્જી ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી  બન્યા પછી, કેન્દ્ર સાથે તેમનો વિવાદ પહેલાની તુલનામાં વધ્યો છે. ઘણા પ્રસંગોમાં મમતા બેનર્જી જાહેરમાં એલાન કરી ચુકી છે કે તે 2024માં વડા પ્રધાન મોદીને રોકવાની તૈયારી કરશે. હવે સવાલ એ છે કે શું આજે શરદ પવારના ઘરે મળનારી બેઠક મમતા બેનર્જીની મોદી સરકાર વિરુદ્ધ 2024 ની તૈયારીઓનો ભાગ છે? અને શુ શરદ પવાર ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકામાં હશે?
 
આજની બેઠકમાં સિંહા અને ફારૂક અબ્દુલ્લા સિવાય સંજય સિંહ, પવન વર્મા અને સુધેન્દ્ર કુલકર્ણી પણ બેઠકમાં હાજર રહેશે. આ સાથે મંગળવારે મળેલી બેઠકમાં વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ પણ હાજરી આપશે. જેમાં વરિષ્ઠ એડવોકેટ કેટીએસ તુલસી, પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશી, ભૂતપૂર્વ રાજદૂત કેસી સિંઘ, ગીતકાર જાવેદ અખ્તર, ફિલ્મ નિર્માતા પ્રિતિશ નંદી, એડવોકેટ કોલિન ગોંસાલ્વેઝ, વરિષ્ઠ પત્રકારો કરણ થાપર અને આશુતોષનો સમાવેશ થાય છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sensex, Nifty Today: ઉચ્ચતમ સ્તર પર વેપાર કરી રહ્યુ છે બજાર, 53 હજારને પાર સેંસેક્સ