મજબૂત વૈશ્વિક સંકેતો સાથે આજે અઠવાડિયાના બીજા દિવસે એટલે મે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યુ. ત્યારબાદ ખુલતા જ સેસેક્સ 52,901 અને નિફ્ટી 15,850 સુધી પહોંચી ગયુ હતુ. સવારે 9.47 વાગે સ્ટોક એક્સચેંજનો મુખ્ય ઈંડેક્સ સેસેસ્ક 427.38 અંકો (0.81 ટકા) ની તેજી સાથે 53001.84 ના સ્તર પર પહોચી ગયો. નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 131.35 અંકો (0.83 ટકા)ના વધારા સાથે 15877.85 ના સ્તર પર પહોચી ગયો. આ બજારનુ રેકોર્ડ સ્તર છે. શરૂઆતી વેપારમાં સેંસેક્સ 235.07 અંક (0.45 ટકા) ની તેજી સાથે 52809.53 ના સ્તર પર ખુલ્યો. નિફ્ટી 76.00 અંકો (0.48 ટકા) ના વધારા સાથે 15822.50 ના સ્તર પર ખુલ્યો હતો.
મોટા શેયરની હાલત
મોટા શેરોની વાત કરીએ તો આજે વહેલી શરૂઆતી કારોબાર દરમિયાન ટાઇટન, બજાજ ફિનસવર, મારુતિ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ઈન્ડસઇન્ડ બેન્ક, એમ એન્ડ એમ, એચડીએફસી, સન ફાર્મા, ભારતી એરટેલ, એસબીઆઇ, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ, ટીસીએસ, એનટીપીસી, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઈન્ફોસિસ ગ્રીન નિશાન પર ખુલ્યા. બીજી બાજુ ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, પાવર ગ્રીડ, નેસ્લે ઈન્ડિયા, એચસીએલ ટેક અને હિન્દુસ્તાન યુનિલિવરના શેર રેડ નિશાન પર ખુલ્યા.