Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાલુ લગ્ન વિધિમાં સ્ટેજ પર પહોંચીને પ્રેમીએ દુલ્હનની સેંથીમાં ભર્યો સિંદૂર, લોકોએ કરી નાખી ધુલાઈ

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2022 (18:04 IST)
બિહારના નાલંદામાં પ્રેમ પ્રકરણ (Nalanda Love Story) નો એક એવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને દરેક કોઈ ચોંકી ગયા. ઉલ્લેખનીય  છે કે અહીં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને બીજા સાથે લગ્ન કરતા જોઈને ગુસ્સો ગુમાવી દીધો હતો. પાગલ પ્રેમીએ કર્યું એવું કૃત્ય કે જેના પછી તે સીધો હોસ્પિટલ પહોચી ગયો..  છોકરો લગ્ન સમયે સ્ટેજ પર પહોંચ્યો હતો અને વરની સામે પોતે (Boyfriend Try To Put Sindoor To Girlfriend) પ્રેમિકાની માંગમાં સિંદૂર નાખવાનું શરૂ કર્યું. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો અને માર માર્યો. 
 
લોકોએ તેને ખૂબ માર માર્યો હતો. માર મારવાથી યુવકનો આખો ચહેરો સૂજી ગયો હતો. યુવકે કહ્યું કે પ્રેમિકાએ જ તેને ફોન કરીને બોલાવ્યો હતો. તેણે જ કહ્યું હતું કે, સ્ટેજ પર ચઢીને મારી માંગને સિંદૂરથી ભરી દેજે. માર માર્યા બાદ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે, આ ઘટના પછી, વરપક્ષના લોકોએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ઘટના મંગળવારે રાત્રે હરનૌત પોલીસ સ્ટેશન વિસ્તારના મુબારકપુર ગામની છે. યુવકનું નામ મુકેશ કુમાર છે. યુવતી પણ તે જ ગામની જ છે.
 
કન્યા વગર જ જાન પરત ફરી 
આ ઘટના બાદ વરરાજા દુલ્હનને લીધા વગર પરત ફર્યા હતા. વર પક્ષે પરત ફરતાની સાથે જ કન્યા પક્ષના લોકો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને સનકી પ્રેમીને ખૂબ માર્યો હતો.  હાલ તેને ઘાયલ અવસ્થામાં બિહાર શરીફની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dragon Chicken recipe- ડ્રેગન ચિકન અદ્ભુત વાનગી, સ્વાદ એવો છે કે દરેક વ્યક્તિ રેસિપી પૂછશે

Child Story Donkey in the lion's skin- સિંહની ચામડીમાં ગધેડો:

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

વધુ જુઓ..

નવીનતમ

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments