Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pahalgam Terror Attack: 'તને નથી મારી રહ્યો.... જઈને મોદીને બતાવી દેજે, મહિલા પીડિતોએ બતાવ્યું પોતાનું દુઃખ

Pahalgam
, બુધવાર, 23 એપ્રિલ 2025 (00:15 IST)
વીડિયોમાં બીજી એક મહિલા કહેતી જોવા મળી રહી છે કે, કોઈ મારા દીકરાને બચાવો. આના પર સ્થાનિક વ્યક્તિ પૂછે છે કે તમારો દીકરો ક્યાં છે. સ્ત્રી ઘાસવાળા ખેતર તરફ ઈશારો કરે છે અને કહે છે કે તે ત્યાં છે.
 
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામના બાયસરનમાં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. આતંકવાદીઓ હથિયારો સાથે આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે ગોળીબાર શરૂ થતાં જ સ્થાનિક લોકો સલામતી માટે ભાગી ગયા હતા, જેના કારણે પ્રવાસીઓ લાચાર બની ગયા હતા. તે જ સમયે, એક મહિલા પીડિતાએ દાવો કર્યો છે કે ગોળી ચલાવનાર વ્યક્તિએ કહ્યું હતું કે, 'તને નથી મારી રહ્યો, જઈને કહે મોદીને આ વાત '.
 
મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ખૂબ જ દિલ કંપાવી દેનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એટલો ભયાનક છે કે અમે તમને તે બતાવી શકતા નથી, પરંતુ અમે તમને વીડિયોમાં શું કહેવામાં આવ્યું છે તે જણાવી રહ્યા છીએ. એક સ્ત્રી રડી રહી છે અને મદદ માંગી રહી છે. તે ત્યાં હાજર એક સ્થાનિક વ્યક્તિને કહી રહી છે કે આતંકવાદીઓ લોકોને તેમનો ધર્મ પૂછીને ગોળી મારી રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માત્ર છ દિવસ જ નિભાવી શક્યા સાત જન્મોનો સાથ, પહેલગામ હુમલામાં નૌકાદળના અધિકારીનું મોત, લગ્ન પછી હનીમૂન પર આવ્યા હતા