baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલગામ આતંકી હુમલો - PM મોદીએ સઉદી અરબથી અમિત શાહને લગાવ્યો ફોન, આપ્યો આ મોટો આદેશ

pahalgam attack today
, મંગળવાર, 22 એપ્રિલ 2025 (17:59 IST)
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયો મોટો આતંકી હુમલાએ આખા દેશને જ હચમચાવી નાખ્યો છે. આતંકવાદીઓએ ઘાત લગાવીને પર્યટકો પર ગોળીબાર કર્યો છે. આ આતંકી ઘટનામાં 1 પર્યટકનુ મોત થઈ ગયુ છે. તો બીજી બાજુ 12-13 પર્યટક ઘાયલ બતાવાય રહ્યા છે. આ ઘટનાને લઈને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી પણ એક્શનમાં છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી હાલ સઉદી અરબની યાત્રા પર છે.  તેમને ત્યાથી દેશના ગૃહ મંત્રી અમિત શાહને ફોન કર્યો છે અને તેમની પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. 
દરેક યોગ્ય પગલા ઉઠાવવાનો આદેશ 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી છે. પીએમ મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે આ મામલાને લઈને યોગ્ય પગલા ઉઠાવવાનુ કહ્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ ગૃહ મંત્રી શાહને ઘટનાસ્થળની મુલાકાત લેવાનો પણ આદેશ આપ્યો છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pahalgam Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમા પર્યટકો પર આતંકી હુમલો, 2 ના મોત, 12-13 ગંભીર રૂપે ઘાયલ