. ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આજે પૂર્વ ભારતીય નૌસૈનિક કુલભૂષણ જાધવ પર પોતાનો નિર્ણય સંભળાવશે. વિદેશ મંત્રાલયના અધિકારી અને ભારત તરફથી પૈરવી કરનારા વરિષ્ઠ વકીલ હરીશ સાવ્લે હેગમાં હાજર છે.
LIVE: UPDATES:
- ઈંટરનેશનલ કોર્ટે કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી
- જ્યા સુધી કોર્ટ કુલભૂષણ જાધવ પર કોઈ અંતિમ નિર્ણય નથી લેતો ત્યા સુધી પાકિસ્તાન તેમને ફાંસી આપી શકતા નથી.
- ઈંટરનેશનલ કોર્ટે આ વાત પર ચિંતા બતાવી કે પાકિસ્તાન તરફથી કુલભૂષણ જાધવને ફાંસી ન આપવાને લઈને કોઈ પ્રતિબદ્ધતા ન બતાવી.
- ઈંટરનેશનલ કોર્ટે માન્યુ કે જાધવનો જીવ જોખમમાં છે. આવામાં કોર્ટે ભારતની દલીલને માની
- ઈંટરનેશનલ કોર્ટે કહ્યુ કે વિએના સંધિના હેઠળ ભારત કુલભૂષણ જાધવ સાથે વાતચીત કરી શકે છે અને તેમને કાયદાકીય મદદ પણ આપી શકે છે.
- કૂલભૂષણ જાધવ મામલે પાકને મોટો ઝટકો ICJ એ કહ્યુ - ભારતને કાઉંસલર એક્સેસ મળવો જોઈએ કોર્ટે કહ્યુ હજુ સુધી આ નક્કી નથી જાઘવ આતંકવાદી હતા કે નહી તેથી તેમને કાઉંસલ એક્સેસ આપવામાં આવે.
- કોર્ટે પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવને કાઉંસલર એક્સેસ આપવાની વાત કરી. કોર્ટે કહ્યુ જાધવ જાધવને કાઉંસલર એક્સેસ મળવુ જોઈએ.
- ભારત માટે સારા સમાચાર - કુલભૂષણ જાધવ પર પાકની આપત્તિને કોર્ટે રદ્દ કરી. કોર્ટે કહ્યુ કે ઈંટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસને મામલાની સુનાવણીનો અધિકારે છે.
- જજ રોની અબ્રાહમ વિએના સંધિના હેઠળ બંને દેશોના શુ અધિકાર છે તેને બતાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલ કથિત જાસૂસ કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઈસીજે) આજે પોતાનો નિર્ણય સંભળાવશે. મામલાની સુનાવણી સોમવારે થઈ હતી જેમા ભારત અને પાકિસ્તાનના વકીલોએ પોતાનો પક્ષ મુક્યો હતો. કોર્ટે એક નિવેદનમાં કહ્યુ કે કુલભૂષણ જાધવ મામલે (ભારત vs પાકિસ્તાન) માં તત્કાલ પગલા ઉઠાવવાનો ભારતના અનુરોધ પર કોર્ટ પોતાનો નિર્ણય બપોરે 3.30 વાગ્યે સંભળાવશે. નિવેદન મુજબ કોર્ટના અધ્યક્ષ રૉની અબ્રાહમ નિર્ણય વાંચશે
નીધરલેંડના હેગમાં સ્થિત આઈસીજેમાં સોમવારે થયેલ સુનાવણી દરમિયાન ભારતે પાકિસ્તાન પર વિએના સંઘિના ઉલ્લંઘનનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય કોર્ટમાંથી ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજાને રદ્દ કરવાની માંગ કરી. જ્યારે કે ઈસ્લામાબાદે નવી દિલ્હી દ્વારા મામલાને આઈસીજેમાં લાવવાને ગેરકાયદેસર બતાવ્યો.
પાકિસ્તાને પોતાની દલીલમાં કહ્યુ કે ભારતને કુલભૂષણ મામલાને આઈસીજીમાં લાવવાનો અધિકાર નથી. કારણ કે વિએના સંધિ જાસૂસો, આતંકવાદીઓ અને જાસૂસી સાથે જોડાયેલ લોકો પર લાગૂ થતી નથી. સાલ્વેએ જાધવની ધરપકડ તેના વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવા અને મામલાની સુનાવણી સાથે સંબંધિત તમામ કાર્યવાહીને વિવેકશૂન્ય રીતે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર અને વિએના સંધિનુ ઉલ્લંઘન કરાર આપ્યો અને કહ્યુ કે મિથ્યા આરોપોના સંદર્ભમાં તેમને પોતાનો બચાવ કરવા માટે કાયદાકીય મદદ આપવામાં આવી નથી.
સાલ્વેએ કોર્ટને કહ્યુ કે 16 માર્ચ 2016ના રોજ ઈરાનમાં જાધાનુ અપહરણ કરવામાં આવ્યુ અને પછી પાકિસ્તાન લાવીને કથિત રૂપે ભારતીય જસૂસના રૂપમાં રજુ કરવામાં આવ્યો અને સૈન્ય ધરપકડમાં એક દંડાધિકારી સમક્ષ તેમની પાસેથી કબૂલનામુ લેવામાં આવ્યુ. તેમની સાથે કોઈને સંપર્ક સાધવા દેવામાં આવ્યો નહી અને સુનાવણી પણ એકતરફા કરવામાં આવી. સાલ્વેએ કહ્યુ, "હુ આઈસીજેને આગ્રહ કરુ છુ કે તે એ સુનિશ્ચિત કરે કે જાધવને ફાંસી ન આપવામાં આવે. પાકિસ્તાન આ કોર્ટમાં બતાવે કે (ફાંસી ન આપવાની) કાર્યવાહી કરવામાં આવી ચુકી છે અને આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જે જાધવ મામલે ભારતના અધિકારો પર પ્રતિકૂળ પ્રભાવ નાખતા હોય.
પાકિસ્તાનની તરફથી રજુ કરવામાં આવેલ વકીલ ખવાર કુરૈશીને મામલાને આઈસીજેમાં લાવવા ભારતના પ્રયાસને રદ્દ કરતા કહ્યુ કે વિએના સંધિની જોગવાઈ જાસૂસો, આતંકવાદીઓ અને જાસૂસીમાં સંલિપ્ત લોકોના મામલામાં લાગૂ થતા નથી. કુરૈશીએ એ પણ કહ્યુ કે ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના એ સંપર્કનો કોઈ જવાબ ન આપ્યો જેમા જાધવ સાથે સંબંધિત મામલાની તપાસ માટે તેની પાસેથી સહયોગ માંગવામાં આવ્યો હતો.