ગુજરાતના એક અગ્રણી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો સરકાર સભાઓની મંજુરી આપે તો હું મારી તાકાત બતાવવા તૈયાર છું. તેણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જો આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર બનશે તો હું ચોક્ક્સ ફરી પાછો જેલ ભેગો થઈશ. જોકે હું તો જેલમાં રહીને પણ ભગતસિંહવાળી કરતો રહીશ અને લુખ્ખાઓ અને ગુંડાઓ સામે લડતો રહીશ.'
હાર્દિકે જણાવ્યું હતું કે, આગામી 2017 ચૂંટણીમાં ભાજપને 150 નહીં પરંતુ 80 સીટો પણ નહીં મળે, આગામી ચૂંટણી ભાજપે કોંગ્રેસ જ નહીં યુવાનો, પાટીદારો અને દલિતોનો પણ સામનો કરવો પડશે. અમારો ઉદ્દેશ જ એ છે કે તાનાશાહીઓ ગુજરાતમાંથી હટવા જોઈએ.'હાર્દિક પટેલે નબળા પડેલા આંદોલન અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આંદોલન ચાલુ જ છે અને આજે પણ લાખો લોકો અમારી સાથે જોડાયેલા છે. મીડિયામાં ન દેખાય એટલે એવું ન માની લેવું જોઈએ કે પાટીદાર આંદોલન ઠંડુ પડી ગયું છે. આજે પણ ગામડે-ગામડે સભાઓ થઈ રહી છે, અમે સરકારના સામે મિસ કોલ અભિયાન ચલાવ્યું છે જેમાં 1.82 લાખથી વધુ લોકોનો સપોર્ટ અમને મળ્યો છે.