Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Shri Krishna Janmashtami Live : શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામા જન્માષ્ટમીની ધૂમ, જુઓ લેટેસ્ટ અપડેટ

Shri Krishna Janmashtami Live : શ્રીકૃષ્ણ જન્મસ્થાન મથુરામા જન્માષ્ટમીની ધૂમ, જુઓ લેટેસ્ટ અપડેટ
, સોમવાર, 30 ઑગસ્ટ 2021 (23:31 IST)
Shri Krishna Janmashtami in Mathura Live : એક દુર્લભ સંયોગ વચ્ચે આ વખતે મહાયોગી શ્રી કૃષ્ણની જન્મજયંતિ થઈ રહી છે. એટલે કે કાન્હાનો જન્મ આજે રાત્રે 12 વાગ્યે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર વચ્ચે જયંતી યોગમાં થશે. આ યોગમાં કાન્હાનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો. આવો સંયોગ 27 વર્ષ પછી બની રહ્યો છે. એટલું જ નહીં, કાન્હાના જન્મ સમયે સર્વાર્થ સિદ્ધ યોગ હશે, ચંદ્ર પણ વૃષભ રાશિમાં હશે. જ્યોતિષીઓએ કાન્હાની જન્મજયંતિ ઉજવવાની પદ્ધતિ જણાવી છે.

ભગવાન રાધા કૃષ્ણની નગરી વૃંદાવનના મંદિરોમાં દિવસ દરમિયાન જ ભગવાનને અભિષેક કરવામાં આવિ રહ્યો છે. અહીં મુખ્ય સપ્ત દેવાલય રાધરમણ, રાધા દામોદર, શાહ બિહારી જીમાં શંખનાદ અને ઘંટના રણકાર વચ્ચે ભગવાનનો પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો.
 
10:45 PM - જન્માષ્ટમીની ઉજવણી પ્રસંગે, કાનપુરના જેકે મંદિર ખાતે એક સુંદર મ્યુઝિકલ લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું છે

 
10:30 PM - મથુરા જિલ્લાની જેલમાં પણ જન્માષ્ટમી 
 
જોવા મળી રહી છે. કેદીઓ દ્વારા નૃત્ય અને કીર્તનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
 
-  મોટી સંખ્યામાં ભક્તો જન્મસ્થળ મથુરા પહોંચી દર્શનનો લાભ લઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દ્વારકાધીશનાં દર્શન કરવા બાળકોથી લઈને વયોવૃદ્ધ પ્રભુનાં ચરણમાં શીશ ઝુકાવવા પહોંચ્યાં